ભાજપ સાંસદે કહ્યુ, "સિસોદિયા અને જૈન સામે બેસીને આલુના પરોઠા ખાય છે કેજરીવાલ"
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના ત્રણ કેબિનેટ મંત્રીઓ સાથે છ દિવસોથી એલજીના ઘરે ધરણા પર બેઠા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના ત્રણ કેબિનેટ મંત્રીઓ સાથે છ દિવસોથી એલજીના ઘરે ધરણા પર બેઠા છે. મુખ્યમંત્રી કેજરીવાલ ધરણા પર બેઠા છે. વળી, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ભૂખ હડતાળ કરી રહ્યા છે. વળી, આ ધરણા અંગે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુદ્ધ જામ્યુ છે. આ ધરણાને લઈને ભાજપ સાંસદે અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો છે.

કેજરીવાલને બેશરમ નેતાનો ઓસ્કર એવોર્ડ
દિલ્હીના ભાજપ સાંસદ પરવેશ સાહિબ સિંહે કેજરીવાલ પર હુમલો બોલતા કહ્યુ કે કેજરીવાલ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનને ભૂખ હડતાળ પર બેસાડી તેમની સામે આલુના પરોઠા ખાય છે. તેમણે વ્યંગ કરતા ટ્વિટ કર્યુ છે. જેમાં કહ્યુ છે કે કેજરીવાલને બેશરમ નેતાનો ઓસ્કર એવોર્ડ આપવો જોઈએ.

ભાજપ સાંસદનો કેજરીવાલ પર હુમલો
પરવેશ સાહિબ સિંહે અરવિંદ કેજરીવાલ પર હુમલો કરતા ટ્વિટ કર્યુ, 'Oscar for most shameless goes to- keju. મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈનને ભૂખ હડતાળ પર બેસાડી તેમની સામે બેસીને આલુના પરોઠા ખાય છે કેજરીવાલ. અને પછી ટ્વિટ કરે છે - એ બંને બિલકુલ ઠીક છે. હજુ તો માત્ર 4 દિવસથી બેઠા છે. આ બંને તો ગયા.'
|
‘તમે કરો તો ચમત્કાર અમે કરીએ તો અત્યાચાર'
બીજા ટ્વિટમાં ભાજપના સાંસદે કહ્યુ છે, ‘કેજરીવાલ અને તેમના વિશિષ્ટ મંત્રીઓના હિસાબે જો મુખ્યમંત્રી પાસેથી પાણી માંગવુ, તેમને કામ પર બોલાવવા ગુંડાગીરી છે... તો એલજી ઓફિસમાં દિલ્હીને ભૂલાવીને તેમની સમસ્યાઓને ભૂલાવીને પડ્યા રહેવુ શું છે? તમે કરો તો ચમત્કાર અમે કરીએ તો અત્યાચાર?... અમે કરી રહ્યા સત્યાગ્રહ તમને કરી રહ્યા છે આગ્રહ.'

કેજરીવાલ એલજીના ઘરે ધરણા પર બેઠા છે
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ એલજીના ઘરે ધરણા પર બેઠા છે અને તેમનું કહેવુ છે કે આઈએએસ ઓફિસર દિલ્હીના એલજી અને કેન્દ્ર સરકારના ઈશારા પર કામ કરે છે. આ અંગે છેલ્લા 6 દિવસોથી ઘમાસાણ મચેલુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
