CM અરવિંદ કેજરીવાલની જે એક્ટ હેઠળ EDએ કરી ધરપકડ, તેમાં જામીન મળવા મુશ્કેલ
Arvind Kejriwal Arrest PMLA ACT: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પૉલિસી કૌભાંડ કેસમાં ગુરુવારે (21 માર્ચ) રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીની આ સૌથી હાઈ-પ્રોફાઈલ ધરપકડ છે.
સીએમ કેજરીવાલ ધરપકડ થનાર પ્રથમ વર્તમાન મુખ્યમંત્રી બન્યા છે. સીએમ કેજરીવાલની ધરપકડ બાદ AAPએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે શુક્રવારે (22 માર્ચ) ગમે ત્યારે સુનાવણી થઈ શકે છે.

જે એક્ટ હેઠળ EDએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે, તેમાં સરળતાથી જામીન મળી શકતા નથી. ઈડીએ CM અરવિંદ કેજરીવાલની PMLA એક્ટ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ ધરપકડ કરી છે. આ કાયદા હેઠળ ધરપકડના કિસ્સામાં જામીન મળવા ખૂબ મુશ્કેલ છે.
આ કાયદો વર્ષ 2002માં પસાર કરવામાં આવ્યો હતો અને 1 જુલાઈથી અમલમાં આવ્યો હતો. આ કાયદો મની લૉન્ડરિંગ રોકવાના હેતુથી લાવવામાં આવ્યો હતો. વર્ષ 2012માં, પીએમએલએમાં સુધારો કરવામાં આવ્યો હતો અને બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓને પણ તેના કાર્યક્ષેત્રમાં સામેલ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે ઈડી આજે અરવિંદ કેજરીવાલને વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરશે. ઈડી પૂછપરછ માટે કેજરીવાલની કસ્ટડી માંગશે. જો કે, AAP કેજરીવાલની ધરપકડને પડકારવા સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. સુપ્રીમ કોર્ટ આજે ગમે ત્યારે આ મામલે સુનાવણી કરી શકે છે.
#WATCH | Delhi CM and AAP national convenor Arvind Kejriwal brought to the ED Headquarters.
— ANI (@ANI) March 21, 2024
Enforcement Directorate team arrested him in the Excice Policy Case. pic.twitter.com/iMSzw6QmgF
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
