જાણો, શું છે Armed Force Flag Day અને કેવી રીતે તમારા 10 રૂપિયા પણ સેનાની મદદ કરી શકે
જાણો, શું છે Armed Force Flag Day અને તેનું મહત્વ
નવી દિલ્હીઃ 7 ડિસેમ્બર ભારતીય સેના માટે મહત્વનો દિવસ છે. આજના દિવસે દેશ આખો આર્મ્ડ ફોર્સેઝ ફ્લેગ ડે તરીકે યાદ કરે છે. આર્મ્ડ ફોર્સેઝ ફ્લેગ ડેની શરૂઆત વર્, 1949માં થઈ હતી અને તેનો ઉદ્દેશ્ય સેનાઓનું યોગ્ય સન્માન કરવાનો હતો. તમે કહી શકો છો કે દેશની સુરક્ષામાં તહેનાત અમારા જવાનોને સન્માન આપવા માટે દર વર્ષે આર્મ્ડ ફોર્સેઝ ફ્લેગ ડે મનાવવામાં આવે છે. તો આવો આ દિવસનું મહત્વ શું છે અને દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ આ દિવસનો પોતાના શબ્દોમાં કેવી રીતે ઉલ્લેખ કર્યો હતો તેના પર એક નજર નાખો.

એકઠું થાય છે ફંડ
દર વર્ષે આ દિવસ દ્વારા એવા જવાનો, એરમેન અને નેવલ્સને યાદ કરવામાં આવે છે જેમણે દેશની રક્ષા કાજે પોતાના પ્રામણો ત્યાગ આપ્યો હોય. સાત ડિસેમ્બર 1949થી દર વર્ષે આ દિવસ મનાવવાની પરંપરા છે. આ દિવસ દ્વારા સૈનિકોના કલ્યાણ માટે ફંડ પણ એકઠું કરવામાં આવે છે. વર્ષ 1947ના રોજ મળેલ આઝાદી બાદ સરકાર સમક્ષ સૈનિકોની જાળવણી માટે જરુરી પૈસાની ખોટ આવી. આઝાદી બાદ 28 ઓગસ્ટ 1949ના રોજ રક્ષા મંત્રીના નેતૃત્વમાં એક કમિટિ બનાવવામાં આવી. આ કમિટિ તરફથી દર વર્ષે સાત ડિસેમ્બરે ફ્લેગ ડે મનાવવાનો આઈડિયા આપવામાં આવ્યો.

કેમ થઈ શરૂઆત
ફ્લેગ ડે દ્વારા લોકો લોકોને નાના-નાના ઝંડા આપવામાં આવે છે અને તેને બદલે ડોનેશન લેવામાં આવે છે. આ ધ્વજ સ્ટીકરના રૂપે હોય છે. આ ઉપરાંત કાર પર જે ધ્વજ લગાવવામાં આવે છે તેમાં લાલ રંગ, લાઈટ બ્લૂ અને ડાર્ક બ્લૂ રંગ સેનાના ત્રણેય અંગોનું પ્રતિનિધિત્વ કરે છે. સામાન્ય નાગરિકોમાં સૈનિકોના પરિવારોના સારસંભાળની જવાબદારીની ભાવનાને પેદા કરવાનું તેનો મહત્વનો ઉદ્દેશ્ય હતો. ફ્લેગ ડે એ એક દિવસ છે જ્યારે તમે સૈનિકો અને તેમના પરિજનોના કલ્યાણ માટે 10 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી આપી શકો છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈનિકોના યોગદાન અને તેમની કોશિશોને સામે લાવવામાં આવે છે. દેશમાં કેન્દ્રીય સૈનિક બોર્ડ અંતર્ગત આ ફંડને એકઠું કરવામાં આવે છે અને તેની દેખરેખ થાય છે. કેન્દ્રીય સૈનિક બોર્ડ પણ રક્ષા મંત્રાલયનો જ એક ભાગ છે.

શું છે આ દિવસનો ઉદ્દેશ્ય
આ દિવસે તમે જે કંઈપણ દાન આપો છો, તેનો ત્રણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે- યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલ જવાના રિ-હેબિલિટેશન માટે, સેનામાં કાર્યરત ઑફિસર અને જવાનો તથા એમના પરિવારના કલ્યાણ માટે અને એક્સ-સર્વિસમેન અને એમના પરિવારના પુનઃસ્થાપન માટે. જિલ્લાધિકારીમાં ડિસ્ટ્રીક્ટ ઑફિસ સ્થિત સૈનિક કલ્યાણ બોર્ડની ઑફિસથી ધ્વજ મળે છે જેને તમે 10 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીના અનુદાન અંતર્ગત ખરીદી શકો છે. તમે જે કંઈપણ રાશિ આપશો તેનો ઉપયોગ ઉપરોક્ત ત્રણ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે કરાય છે.

પંડિત નેહરુએ શું કહ્યું હતું
7 ડિસેમ્બર 1953ના રોજ તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ આ દિવસ પર ખાસ વાત કહી હતી. પંડિત નેહરુએ કહ્યું હતું, કેટલાક અઠવાડિયા પહેલા મેં ભારત અને ચીનની બોર્ડરનો પ્રવાસ કર્યો. હું સેનાના અધિકારીઓ અને જવાનોને મળ્યો જે ત્યાં આંતરરાષ્ટ્રીય મિશન સાથે જોડાયેલ હતા. તેમને જોઈને મારામાં એક અજીબનો રોમાંચ પેદા થયો જ્યારે મેં જોયું કે કેવી રીતે તેઓ પોતાના સારાં કામને એવી જગ્યા પર અંજામ આપી રહ્યા છે જે ઘરથી બહુ દૂર છે. તેમણે આગળ કહ્યું કે, આનાથી પણ વધુ મને એ જોઈને સારું લાગી રહ્યું છે કે સૈનિકો સામાન્ય જનતાની વચ્ચે પણ બહુ લોકપ્રિય હતા. મને અપેક્ષા છે કે દેશવાસી એમનાથી કંઈક સીખશે અને એમની પ્રશંસા કરશે. ફ્લેગ ડે ફંડમાં યોગદાન આપવું પણ એમની પ્રશંસાનો જ એક ભાગ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
