રિષભ પંતનો અકસ્માત થયો ત્યા વધુ એક ભયાનક અકસ્માત, કાર હવામાં ઉડતો વીડિયો વાયરલ
આ દુર્ઘટના એ જ જગ્યાએ થઈ છે જ્યાં ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત થયો હતો. કારની સ્પીડ એટલી વધારે હતી કે કાબૂ ગુમાવતા કાર પલટી ગઈ હતી.

નવી દિલ્હી : હાલમાં જ ભારતીય ક્રિકેટર રિષભ પંતની કારનો ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટનામાં રિષભ પંતની મહામહેનતે જાન બચી હતી. હવે તેની અકસ્માતની જગ્યાએ વધુ એક ભયાનક અકસ્માત થયો હોવાના સમાચાર આવી રહ્યા છે. આ અકસ્માતનો CCTV વીડિયો સામે આવ્યો છે.
આ ઘટના હરિદ્વારના નારસન કસ્બામાં બની છે. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે તેજ ગતિએ આવી રહેલી એક કાર કાબૂ ગુમાવતા પલટી જાય છે અને પાછળથી આવતી બસ સાથે અથડાય છે. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
આ દુર્ઘટના એ જ જગ્યાએ થઈ છે જ્યાં ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત થયો હતો. કારની સ્પીડ એટલી વધારે હતી કે કાબૂ ગુમાવતા કાર પલટી ગઈ હતી. કારમાં સવાર તમામ લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. રિપોર્ટ અનુસાર, અકસ્માત મોહમ્મદપુર જાટ પાસે હાઈવે પરના કટ પાસે થયો હતો. ટ્રેક્ટર-ટ્રોલી કાર સાથે અથડાયા બાદ બાજુમાંથી પસાર થઈ રહેલી હરિયાણા રોડવેઝની બસ સાથે અથડાઈને કાર પલટી ગઈ હતી.
#WATCH उत्तराखंड: हरिद्वार के नारसन कस्बे में एक तेज रफ्तार कार पलटी।
— ANI_HindiNews (@AHindinews) March 16, 2023
(वीडियो: सीसीटीवी का है) pic.twitter.com/tM1mVPr6em
અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી અને સ્થાનિકો મદદ માટે પહોંચ્યા હતા. સ્થાનિકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તમામને રૂડકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
