G-20 : ભારત-મિડલ ઈસ્ટ યુરોપ કનેક્ટિવિટી કોરિડોરની જાહેરાત, જાણો ભારત માટે કેટલો મહત્વનો?
ભારતની અધ્યક્ષતમાં દુનિયાભરના મોટા નેતાઓની હાજરીમાં જી-20 સમિટ ચાલી રહ્યું છે. આ મંચથી ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. જી-20 સમિટમાં ભારત-મિડલ ઈસ્ટ યુરોપ કનેક્ટિવિટી કોરિડોરની જાહેરાત થઈ છે.
જી-20 બેઠકમાં થયેલી મોટી જાહેરાતોમાં ભારત-મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોર શરૂ કરવાની જાહેરાત પણ કરાઈ છે. આ કોરિડોર આ ભારત યુએઈ, સાઉદી અરેબિયા, EU, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને યુએસને સામેલ કરીને કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના સહકાર પર એક ઐતિહાસિક પહેલ થઈ છે.

આ કોરિડોર પશ્ચિમ એશિયા અને ખાડી દેશોને રેલ્વે નેટવર્ક દ્વારા અને પછી પ્રદેશના બંદરોથી શિપિંગ લેન દ્વારા ભારત સાથે જોડશે. કોરિડોરનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ કહ્યું કે, તે કનેક્ટિવિટી અને ટકાઉ વિકાસને નવી દિશા આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આવનારા સમયમાં આ કોરિડોર ભારત, મધ્ય પૂર્વ અને યુરોપના આર્થિક એકીકરણ માટે અસરકારક માધ્યમ બનશે.
આ બાબતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, અંગોલાથી હિંદ મહાસાગર સુધી નવી રેલ લાઇનમાં અમેરિકા રોકાણ કરશે. તેમણે કહ્યું કે, આનાથી નોકરીઓનું સર્જન થશે અને ખાદ્ય સુરક્ષામાં વધારો થશે. આ એક ગેમ-ચેન્જિંગ ઈન્વેસ્ટમેન્ટ છે. વિશ્વ ઈતિહાસના એક વળાંક પર ઊભું છે. આપણે એક બનીને કામ કરીએ.
આ મુદ્દે બિન સલમાને કહ્યું કે, સાઉદી અરેબિયા આ પહેલના અમલીકરણ માટે ઉત્સુક છે. EU પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે, ભારત, મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચે આ સૌથી સીધુ જોડાણ હશે. તેનાથી યાત્રા 40 ટકા ઝડપી બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
