Andhra Pradesh Train Accident: અત્યાર સુધીમાં 13 મોત, 50થી વધુ ઘાયલ, આ રીતે ટકરાઈ બંને ટ્રેનો
Andhra Pradesh Train Accident: આંધ્રપ્રદેશ ટ્રેન દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ક્રેનની મદદથી રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં રવિવાર, 29 ઓક્ટોબરે સાંજે 7 વાગે બે પેસેન્જર ટ્રેનો ટકરાઈ હતી.
રેલવેએ જણાવ્યું છે કે કેવી રીતે 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર અને 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી.

વિજયનગરમના એસપી દીપિકાના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશ ટ્રેન દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, જેમાંથી 7ની ઓળખ થઈ ગઈ છે, બાકીના મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘાયલોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પલાસા જતી ટ્રેન 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર સાથે સાંજે 7 વાગ્યાની આસપાસ ટકરાઈ હતી. સંભવિત કારણ તરીકે માનવીય ભૂલને ટાંકીને, એવું કહેવામાં આવ્યું હતું કે રાયગડા જતી ટ્રેન 08504 વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલે સિગ્નલ તોડ્યુ હશે.
વોલ્ટેર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સૌરભ પ્રસાદે જણાવ્યું કે આ અથડામણ સાંજે 7.10 વાગ્યાની આસપાસ થઈ હતી. વિશાખાપટ્ટનમ-પલાસા ટ્રેન કોઠાવલાસા બ્લૉકના અલામાન્ડા અને કંટાકાપલ્લી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક પર રાહ જોઈ રહી હતી ત્યારે ટક્કર થઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને ટ્રેનોમાં 14-14 કોચ હતા.
ડીઆરએમએ જણાવ્યું હતું કે, અકસ્માતને કારણે બીજી ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતના કારણે વીજ લાઈનો તૂટી પડી હતી, જેના કારણે વિસ્તાર અંધકારમાં ડૂબી ગયો હતો, જેના કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી હતી. ઘટના વિશે જાણ્યા પછી તરત જ, સ્થાનિક પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમો અને મહેસૂલ અધિકારીઓ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે ઘટનાસ્થળે દોડી ગયા.
ઈસ્ટ કોસ્ટ રેલવેના સીપીઆરઓ બિસ્વજીત સાહુએ જણાવ્યું હતું કે કુલ 33 ટ્રેનો રદ કરવામાં આવી છે, 22 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે અને 11 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
