ફાંકડુ અંગ્રેજી બોલતા વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ, 10માંથી કેટલા ગુણ આપશે શશિ થરુર?

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દાદી ફાંકડુ અંગ્રેજી બોલી રહ્યા છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દાદી ફાંકડુ અંગ્રેજી બોલી રહ્યા છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. આઈપીએસ અધિકારી અરુણ બોથરા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ક્લિપને લોકોએ ખૂબ જોરદાર પ્રતિભાવ આપ્યો છે. વીડિયોમાં દાદીએ અંગ્રેજીમાં મહાત્મા ગાંધી વિશે વાત કરી. લોકોને તેમની અંગ્રેજી ખૂબ ગમી રહી છે.

સફેદ શર્ટ અને લાલ સાડી પહેરેલા દાદીએ બોલ્યુ ગજબ અંગ્રેજી

સફેદ શર્ટ અને લાલ સાડી પહેરેલા દાદીએ બોલ્યુ ગજબ અંગ્રેજી

સફેદ શર્ટ અને લાલ સાડી પહેરેલ એક વૃદ્ધ મહિલા અંગ્રેજીમાં કહેતા દેખાઈ રહ્યા છે, મહાત્મા ગાંધી દુનિયાના મહાન વ્યક્તિઓમાંના એક હતા. તે હિંદુ અને મુસલમાન બંનેને પ્રેમ કરતા હતા અને રાષ્ટ્રના પિતા હતા. દાદીના બોલવાનો અંદાજ ઘણો ફની છે, ઘણા લોકોએ કોંગ્રેસ નેતા શશિ થરુરનુ ધ્યાન આ તરફ દોર્યુ છે. ઉલ્લેખનીય છે કે શશિ થરુર પોતાના અંગ્રેજીના જ્ઞાન માટે ઓળખાય છે.

આઈપીએસ અધિકારી અરુણ બોથરાએ શેર કર્યો વીડિયો

આઈપીએસ અધિકારી અરુણ બોથરાએ શેર કર્યો વીડિયો

આ વીડિયો પર આઈપીએસ અધિકારી અરુણ બોથરાએ વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યુ હતુ કે આ સ્પોકન ઈંગ્લિશ ટેસ્ટ માટે વૃદ્ધ મહિલાને 10માંથી કેટલા ગુણ આપવા ઈચ્છશો? આ વીડિયોને 1 માર્ચે શેર કરવામાં આવ્યો હતો.

10માંથી કેટલા ગુણ આપશે શશિ થરુર

જેને અત્યાર સુધી 3.2 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 16 હજારથઈ વધુ લાઈક્સ અને 3 હજારથી વધુ રિ ટ્વિટ્સ થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર હવે લોકો થરુરને સવાલ પૂછી રહ્યા છે. હાલમાં હજુ કોંગ્રેસ નેતાનો આના પર કોઈ જવાબ આવ્યો નથી.

આત્મવિશ્વાસની દાદ આપવી જોઈએ દાદીના..

લોકો આ વીડિયો પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે. લોકોએ લખ્યુ છે કે હિંદુસ્તાન ક્યાંય પણ પાછળ નથી. તો અમુકે લખ્યુ છે કે દાદીના આત્મવિશ્વાસની દાદ આપવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X