ગુજરાતની ચૂંટણીમાં એક બેઠક પર સરેસાશ 27.10 લાખનો ખર્ચ, જાણો કોણે કર્યો કેટલો ખર્ચ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકપણ બેઠક પર વિધાસભા ચૂંટણી ખર્ચ 40 લાખ રૂપિયાની મર્યાદાથી વધ્યો નથી. વિધાનસભાની ચૂંટણીમાં દરેક બેઠક સરેરાશ 27 લાખ રૂપિયા રહ્યો છે. જેમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આ ચૂંટણીમાં માત્ર 6 લાખ 87 હજાર રૂપિયાનો ખર્ચ કરીને જીતી લીધી હતી. કાંધલ જાડેજાએ કોઇ સ્ટાર પ્રચારક, અભિયાન કે જુલુસ નિકાળ્યું ન હતું.
ડિજિટલ ગુજરાતમાં, માત્ર 20 ધારાસભ્યોએ વર્ચ્યુઅલ પ્રચાર પર ખર્ચ કર્યો હતો. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા જણાવે છે કે, ભાજપના 156 ધારાસભ્યો ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદાના માત્ર 69 ટકા જ ખર્ચ કરી શક્યા હતા, જ્યારે 2022ની આ ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ 27 લાખ 94 હજાર રૂપિયા હતો. કોંગ્રેસના 17 ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ 62 ટકા એટલે કે લગભગ રૂપિયા 25 લાખ પ્રતિ સીટ હતો.

કાંધલ જાડેજાએ સૌથી ઓછા ખર્ચ સાથે ચૂંટણી જીતી - આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ રૂપિયા 21 લાખ 59 હજાર હતો, જે પ્રતિ બેઠક સરેરાશ 39 ટકા છે.
ADRના ગુજરાત કન્વીનર પંક્તિએ જણાવ્યું હતું કે, પોરબંદરની કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડનાર કાંધલ જાડેજાએ સૌથી ઓછા ખર્ચ સાથે ચૂંટણી જીતી હતી. તેમનો સરેરાશ ચૂંટણી ખર્ચ 17 ટકા હતો. કાંધલ ગોડમધર સંતોકબેન જાડેજાનો પુત્ર છે અને તેની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.
ચૂંટણી પંચે એક વિધાનસભા બેઠક માટે 40 લાખ રૂપિયાનો ચૂંટણી ખર્ચ નક્કી કર્યો હતો. બોટાદ બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડનાર ઉમેશ મકવાણાએ રૂપિયા 9.64 લાખનો ખર્ચ કર્યો હતો, જ્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આ ચૂંટણીમાં માત્ર રૂપિયા 9.28 લાખનો ખર્ચ કર્યો હતો.
182માંથી 10 ધારાસભ્યો એવા છે કે, જેમણે ચૂંટણી દરમિયાન વાહન અને અન્ય ખર્ચ કર્યો નથી. 97 ધારાસભ્યોએ ટીવી અને અખબારો પર પ્રચાર કર્યો, જ્યારે 85 ટીવી અને અખબારોની જાહેરાતોનો આશરો લીધા વિના ચૂંટણી જીત્યા હતા.
ADR દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા જણાવે છે કે, ભાજપના 156 ધારાસભ્યો ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદાના માત્ર 69 ટકા જ ખર્ચ કરી શક્યા છે. વર્ષ 2022ની આ ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ 27 લાખ 94 હજાર રૂપિયા હતો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
