Amritsar Blast: અમૃતસર બ્લાસ્ટ કેસનો પર્દાફાશ, 5ની ધરપકડ
Amritsar Blast: પંજાબના અમૃતસરમાં કથિત રીતે બ્લાસ્ટનું કાવતરું ઘડનારા 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ વિસ્ફોટોનો હેતુ શાંતિને ભંગ કરવાનો હતો. ફટાકડામાં વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પંજાબ પોલીસના ડીજીપીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અમૃતસરમાં ઓછી તીવ્રતાના બ્લાસ્ટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરશે.

ડીજીપીએ કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માનની સૂચના પર પંજાબ પોલીસ કોઈ પણ કિંમતે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે અમૃતસરના સુવર્ણ મંદિર પાસે મોડી રાત્રે 12.30 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. જે બાદ પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
જો કે આ બ્લાસ્ટમાં કોઈને ઈજા થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યાં વિસ્ફોટ થયો હતો ત્યાં નજીકના એક રૂમમાં બે પુરુષ અને એક મહિલા રહેતા હતા, જેમની પોલીસે પૂછપરછ કરી છે. પોલીસે ત્રણેયની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે અમૃતસરના સુવર્ણ મંદિર પાસે બ્લાસ્ટ બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી. અહીં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ દેખાય છે. સૂત્રોનુ કહેવુ છે કે આ બ્લાસ્ટમાં પોટેશિયમ ક્લોરેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તે વિસ્ફોટ થયો હતો.
અગાઉ પત્રકારો સાથે વાત કરતા પોલીસે જણાવ્યુ હતુ કે 12.15થી 12.30ની વચ્ચે વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાયો હતો. આ બીજો બ્લાસ્ટ હોવાની શક્યતા છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. અમુક ટુકડાઓ અમને બિલ્ડીંગની પાછળ મળ્યા છે. અંધારાના કારણે અમે હજુ સુધી પુષ્ટિ માહિતી મેળવી શક્યા નથી.
#WATCH | Amritsar: Visuals from outside the building of Shri Guru Ramdas Ji Niwas from where suspects were rounded up in the aftermath of a loud sound, that was heard near the Golden Temple, which, as per the police, could be another explosion.#Punjab pic.twitter.com/CXzms3FdYw
— ANI (@ANI) May 10, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
