Jammu and Kashmir Assembly Election 2024: ચૂંટણી બાદ ત્રણ પરિવારનું શાસન સમાપ્ત થશે, અમિત શાહનો દાવો
Jammu and Kashmir Assembly Election 2024: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. હવે બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે.
વોટિંગ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. મતદારોને પોતાની તરફેણમાં લેવા માટે જાહેર સભા યોજી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષી પાર્ટીઓને લઈને મોટા મોટા દાવા કર્યા છે.
જમ્મુ અને કાશ્મીરના મેંધરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં આ ચૂંટણી ત્રણ પરિવારોના શાસનનો અંત લાવવા જઈ રહી છે.
જેમાં અબ્દુલ્લા પરિવાર, મુફ્તી પરિવાર અને નેહરુ-ગાંધી પરિવારનો સમાવેશ થાય છે. આ હવે જરૂરી બની ગયું છે, કારણ કે આ ત્રણ પરિવારો જમ્મુ કાશ્મીરની લોકશાહીને અવરોધે છે.
કેન્દ્રીય ગૃહ અમિત શાહે જણાવ્યું હતું કે, જો 2014માં નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં ન આવી હોત તો જમ્મુ કાશ્મીરમાં ન તો પંચાયતની ચૂંટણી થઈ હોત કે ન તો બ્લોકની ચૂંટણી થઈ હોત.
ઓમર અબ્દુલ્લા ડર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આતંકવાદ જમ્મુમાં ફરી શરૂ થશે.

કેન્દ્રીય ગૃહ અમિત શાહે નેશનલ કોન્ફરન્સ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અબ્દુલ્લા સાહેબ, ભલે ગમે તે થાય, હું આજે ખીણમાંથી જાહેરાત કરી રહ્યો છું કે, કેન્દ્રમાં અમારી સરકાર છે, હું ગૃહમંત્રી છું, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને અમે આતંકવાદને આ સુંદર ખીણોમાં પ્રવેશવા નહીં દઈએ. ફારુક અબ્દુલ્લાએ તમને આતંકવાદથી બચાવવા માટે કંઈ કેમ ન કર્યું?
અમિત શાહે કહ્યું કે, જ્યારે કાશ્મીર આતંકવાદ ફેલાઈ રહ્યો હતો, ત્યારે તે લંડનમાં ઉનાળાની મજા માણી રહ્યો હતો, અને જમ્મુ કાશ્મીરમાં હાજર ન હતો. અબ્દુલ્લા, મુફ્તી અને નેહરુ-ગાંધી પરિવારે જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકાથી લઈને અત્યાર સુધી આતંકવાદ ફેલાવ્યો છે.
આજે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો અંત લાવી દીધો છે.
કેન્દ્રીય ગૃહ અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના યુવાનોને પથ્થરને બદલે લેપટોપ આપવામાં આવ્યા છે. આ સાથે 1947થી પાકિસ્તાન સામે લડાયેલા દરેક યુદ્ધમાં આ ધરતી, જમ્મુ-કાશ્મીરના સૈનિકોએ ભારતની રક્ષા કરી છે.
કેન્દ્રીય ગૃહ અમિત શાહે કહ્યું કે, જ્યારે 1990ના દાયકામાં ફારૂક અબ્દુલ્લાના કારણે આતંકવાદ આવ્યો હતો. મારા પહાડી, ગુર્જર અને બકરવાલ ભાઈઓએ બહાદુરીથી સરહદો પર ગોળીઓનો સામનો કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
