લેહ-લદ્દાખ અને જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને અમિત શાહે હાઈલેવલ બેઠક યોજી
કેન્દ્રની મોદી સરકાર સતત જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ પર નજર રાખી રહી છે. હવે અમિત શાહે આ મુદ્દે હાઈલેવલ બેઠક યોજી હતી.
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ થયા બાદ કેન્દ્રની મોદી સરકાર સતત જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ પર નજર રાખી રહી છે. હવે અમિત શાહે આ મુદ્દે હાઈલેવલ બેઠક યોજી હતી. અમિત શાહે આ બેઠક જમ્મુ કાશ્મીર અને લેહ-લદ્દાખમાં વિકાસને લગતી યોજનાઓને લઈને આ બેઠક યોજી હતી. બે અલગ-અલગ બેઠક નોર્થ બ્લોક કાર્યાલયમાં મંત્રાલય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાઈ હતી.

લેહ લદ્દાખ મુદ્દે બપોરે 3 વાગ્યે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સાંજે 4 જમ્મુ કાશ્મીર મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, ગૃહ સચિવ અજય ભલ્લા, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા, રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડિરેક્ટર જનરલ દિનકર ગુપ્તા અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડિરેક્ટર જનરલ સુજોય લાલ થૌસન જમ્મુ અને કાશ્મીર સાથે જોડાયેલી બેઠકમાં ઉપસ્થિત હતા. આ સિવાય બેઠકમાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ અરુણ કુમાર મહેતા અને પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહ પણ હાજર હતા. ગૃહમંત્રીને પ્રદેશના વિકાસલક્ષી પ્રોજેક્ટ અને ખીણની વર્તમાન સુરક્ષા સ્થિતિ વિશે માહિતગાર કરાયા હતા.
જમ્મુ અને કાશ્મીર પરની બેઠક એ સમયે થઈ સુરક્ષા દળોએ વહેલી સવારે જમ્મુના બહાર સિધ્રા નજીક કાશ્મીર ઘાટી તરફ જતી એક ટ્રકને અટકાવ્યા પછી શરૂ થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. આ મુદ્દે જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી સાત એકે 47 રાઇફલ્સ, એક એમ4 કાર્બાઇન અને ત્રણ પિસ્તોલ સહિતની સામગ્રી મળી આવી છે. આ ખતરો ટાળવા આર્મી, CRPF અને J&K પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
