પૈસા, છોકરીઓની સપ્લાય અને ગણેશ પરિક્રમા કરવાથી મળે છે ભાજપની ટિકિટ, ઑડિયો વાયરલ
આંબેડકર નગરથી ટિકિટ કપાયા બાદ ભાજપ સાંસદે પાર્ટી હાઈ કમાન્ડ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં ઉમેદવારોની અદલાબદલી કરી છે. ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી અથવા તેમને કોઈ અન્ય સીટથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટીના આ નિર્ણયને અમુક નેતાઓએ સ્વીકારી લીધો જ્યારે મોટાભાગના નેતાઓએ ટિકિટ કપાયા બાદ બાગી તેવર અપનાવી લીધા છે. વળી, આંબેડકર નગરથી ટિકિટ કપાયા બાદ ભાજપ સાંસદે પાર્ટી હાઈ કમાન્ડ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

ટિકિટ કપાવા પર હરિઓમ પાંડે પર લગાવ્યા ગંભીર આરોપ
ભાજપના વર્તમાન સાંસદ હરિઓમ પાંડેએ આરોપ લગાવતા કહ્યુ કે પૈસા અને છોકરઓની સપ્લાય કરવાથી જ ટિકિટ મળે છે. સમગ્ર પ્રદેશમાં બ્રાહ્મણોની હત્યા થઈ રહી છે પરંતુ કોઈ સુનાવણી નથી થઈ રહી. હરિઓમ પાંડેએ કહ્યુ કે ભાજપ જિલ્લાધ્યક્ષ પર ગુનાહિત કેસ નોંધાયેલ છે. હરિઓમ પાંડે આટલેથી ન રોકાયા. તેમણે કહ્યુ કે, ‘એક યુવતી બળાત્કારનો આરોપ લગાવીને ધરણા પર બેઠી હતી. સપા-બસપાની પાર્ટીમાં બોલબાલા છે. તેમણે કહ્યુ કે બસપાને વધારવા માટે કામ કરવામાં આવી રહ્યુ છે. બહારના વ્યક્તિને પાર્ટી ચૂંટણી લડાવી રહી છે. આમે બ્રાહ્મણોનો શ્રાપ લાગશે.'

હરિઓમ પાંડેનો એક ઑડિયો વાયરલ
હરિઓમ પાંડેનો એક ઑડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે આરોપ લગાવ્યા કે સંગઠન મંત્રી સુનીલ બંસલે ગણેશની પરિક્રમા ના કરવાના કારણે જ તેમની ટિકિટ કપાઈ છે. તેમણે કહ્યુ કે આનુ નુકશાન પાર્ટીએ આખા પૂર્વાંચલમાં ભોગવવુ પડશે. તેમણે કહ્યુ કે વારાણસી સીટ ઉપરાંત ભાજપ કોઈ સીટ જીતવાની નથી. ભાજપે સોમવારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ હતુ. પાર્ટીએ પ્રદેશના સહકારિતા મંત્રી મુકુટ બિહારી વર્માને આંબેડકરનગરથી ટિકિટ આપી છે.

મુકુટ બિહારી વર્માને આંબેડકર નગરથી પાર્ટીએ આપી છે ટિકિટ
2014ની લોકસભા ચૂંટણીમાં હરિઓમ પાંડે આંબેડકર નગરથી સાંસદ ચૂંટવામાં આવ્યા હતા. તેમણે બસપાના રાકેશ પાંડેને લગભગ એક લાખ 40 હજાર મતોથી હરાવ્યા હતા. હરિઓમ પાંડે ભાજપથી એવા પહેલા ઉમેદવાર છે જેમણે આંબેડકર નગર સીટથી લોકસભા ચૂંટણી જીતી હતી. પાંડે એસસી-એસટી એક્ટના વિરોધમાં ખુલીને આવ્યા હતા અને તેમનો આરોપ છે કે બ્રાહ્મણોનું કોઈ સાંભળી નથી રહ્યુ. તે બોલ્યા કે ઉંમરની સીમા માત્ર બ્રાહ્મણ નેતાઓ પર જ લાગુ થઈ રહી છે ભલે તે કલરાજ મિશ્રા હોય, મુરલી મનોહર જોશી હોય કે કોઈ બીજુ. વાયરલ ઑડિયોમાં ભાજપ નેતા કહી રહ્યા છે કે તેમની શું ભૂલ છે, એ પાર્ટી જણાવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
