ભારે વરસાદને કારણે સતત ત્રીજા દિવસે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
અમરનાથ યાત્રાળુઓ માટે વરસાદ વિલન બની રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શને પહોંચેલા ભક્તો સતત ત્રીજા દિવસે રસ્તામાં રોકવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે યાત્રાળુઓને આગળ વધતા અટકાવી દેવામાં આવ્યા છે.
ભારતે વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે પર પંથયાલ ટનલ પાસે રોડનો એક ભાગ ધસવાને કારણે હાઈવે બ્લોક થયો છે. હાઈવે બ્લોક થવાને કારણે વાહનવ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે. હાલ જમ્મુના ભગવતનગર યાત્રી નિવાસથી કોઈપણ યાત્રીને આગળ વધવાની મંજૂરી નથી અપાઈ રહી.

કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યુ કે, મેં ઉત્તરી કમાન્ડના લશ્કરી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી અને અમરનાથ શ્રાઈન બોર્ડના સીઈઓ ડૉ. મનદીપ ભંડારી સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે. બંને વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
તેમણે આગળ જણાવ્યુ કે, ગુરુવારે રાતથી જમ્મુ અને કાશ્મીરના મોટા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને મહાગુન ટોપ અને અમરનાથ ગુફા તીર્થની આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. કેટલાક સ્થળોએ જુલાઈમાં 24 કલાકના ગાળામાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે.
જણાવી દઈએ કે, જમ્મુ અને રામબન જિલ્લાના યાત્રી નિવાસમાં લગભગ 6000, સાંબામાં 1200, કઠુઆમાં 1100 અને ઉધમપુર જિલ્લામાં 600 શ્રદ્ધાળુઓને રોકી રખાયા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે જમ્મુ અને કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે જમ્મુ વિભાગમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
