Allu Arjun Voting: સાઉથ સ્ટાર અલ્લૂ અર્જુને મતાધિકારનો ઉપયોગ કર્યો
Lok Sahba Election 2024: લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યું છે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 સીટ પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં તેલંગાણાની 17 સીટ પર પણ આજે મતદાન થઇ રહ્યું છે. ત્યારે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર અલ્લૂ અર્જુને આજે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ પર આવેલ પોલિંગ બૂથ પર મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

નોંધનીય છે કે ગત દિવસોમાં અલ્લૂ અર્જુનની મુશ્કેલીમાં વધારો થયો હતો જ્યારે તેઓ YSRCPના ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. અહેવાલ મુજબ અલ્લૂ અર્જુને રેડ્ડીને મળવા માટે તેમના ઘરે જવાના હોવાની સૂચના મતક્ષેત્રના રિટર્નિંગ ઑફિસરને આપો નહોતી, જે બદત તેમની વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો હતો.
#WATCH | Telangana: Actor Allu Arjun casts his vote at a polling booth in Jubilee Hills, Hyderabad.
— ANI (@ANI) May 13, 2024
#LokSabhaElections2024 pic.twitter.com/M0yhR7XLeP
અલ્લુ અર્જુન પોતાના પોલિંગ બૂથ પર પહોંચતા જ બાઉન્સરોથી ઘેરાઈ ગયા હતા. તે કતાર છોડીને સૌની આગળ ઉભા રહી ગયા હતા. વીડિયોમાં તે પોતાના વોર્ડમાં લોકોને શુભેચ્છા પાઠવતા પણ જોવા મળે છે.
પોતાનો મત આપ્યા બાદ અલ્લુ અર્જુને મીડિયાને સંબોધન કર્યું અને સ્પષ્ટ કર્યું કે તે કોઈપણ પક્ષ સાથે જોડાયેલો નથી. તેમણે કહ્યું, "કૃપા કરીને તમારો મત આપો. મતદાન કરવું આપણી જવાબદારી છે. ખુબ ગરમી છે હું જાણું છું, પરંતુ આજનો દિવસ આપણું ભવિષ્ય નક્કી કરશે એટલે મતદાન જરૂર કરો."
તેમણે વધુમાં કહ્યું કે, "હું કોઈપણ પક્ષ સાથે જોડાયેલો નથી. હું તટસ્થ છું. જે મારી નજીક છે તે તમામને હું સમર્થન આપીશ. મારા કાકા, મારા મિત્ર અને મારા સસરા બધા રાજકારણમાં છે. નંદયાલા પ્રચાર અંગે મેં મારા મિત્રને લાંબા સમય પહેલા વચન આપ્યું હતું, તેથી હું અને મારી પત્ની તેને વ્યક્તિગત રીતે મળ્યા હતા."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
