સંસદમાં તમામ સાંસદો માસ્કમાં જોવા મળ્યા, સ્પીકર ઓમ બિરલાએ કરી ખાસ અપીલ
લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુરૂવારના રોજ સદનમાં માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. આ સાથે તેમણે સંસદના તમામ સાંસદોએ માસ્ક પહેરવાની અપીલ કરી છે.
Parliament : ચીનમાં કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ચીનમાં નવા વેરિએન્ટના ઘણા કેસ નોંધાયા છે. હવે દેશમાં પણ સાવધાની વર્તવામાં આવી રહી છે. આવામાં સંસદમાં ચાલી રહેલા શિળાયું સત્ર દરમિયાન સાંસદમાં માસ્ક પહેરવા માટે જણાવવામાં આવ્યું છે. જે બાદ ફરી એકવાર તમામ સાંસદો માસ્ક પહેરીને જોવા મળ્યા હતા.
લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુરૂવારના રોજ સદનમાં માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. આ સાથે તેમણે સંસદના તમામ સાંસદોએ માસ્ક પહેરવાની અપીલ કરી છે.

ચીન અને ઘણા દેશોમાં કોરોનાનો કહેર વધ્યો
કોરોનાનો કાળો પડછાયો ફરી એકવાર દેશ પર મંડરાઈ રહ્યો છે. આ સાથે જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં કોરોનાના નવા કેસવધતા ચીન ઉપરાંત ભારત પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
આવી સ્થિતિમાં ગુરુવારના રોજ સંસદમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાહતા. ગુરુવારના રોજ ગૃહમાં પ્રવેશતા પહેલા સાંસદોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ પર બોલતા,લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને માસ્ક પહેરવાની અપીલ કરી હતી.
ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, ભૂતકાળનાઅનુભવોને જોતા આપણે સાવચેત રહેવાની જરૂર છે. આ ઉપરાંત ઓમ પ્રકાશ પોતે પણ માસ્ક પહેરીને જોવા મળ્યા હતા.
|
સામાજિક અંતર રાખવાની સલાહ
રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખરે વિશ્વભરમાં કોરોનાના વધી રહેલા કેસ પર પોતાની પ્રતિક્રિયા આપતાં સાંસદોને માસ્ક પહેરવાનીઅપીલ કરી છે.
આ સાથે સંસદમાં કોરોના પ્રોટોકોલથી સંબંધિત નિયમોનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે, આ અંતર્ગત બંનેગૃહોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત છે. આ સાથે સાથે સેનિટાઈઝરનો ઉપયોગ અને સામાજિક અંતર રાખવાની સલાહ આપવામાં આવી છે.
|
માસ્કમાં જોવા મળ્યા PM મોદી
રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક સાંસદો માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. સરકાર પણ એલર્ટમોડ પર આવી ગઈ છે.
PM મોદીએ કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોરોના સંબંધિતસ્થિતિ અને પાસાઓની સમીક્ષા કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
