ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિંદુ, 40 હજાર વર્ષોથી આપણુ ડીએનએ એક, આપણા બધા પૂર્વજ સમાનઃ RSS પ્રમુખ મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે છત્તીસગઢના સરગુજા જિલ્લામાં અંબિકાપુરના કાર્યલયમાં સ્વયંસેવકોના એક કાર્યક્રમને સંબોધિત કરતા એક મોટુ નિવેદન આપ્યુ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે છત્તીસગઢના સરગુજા જિલ્લામાં અંબિકાપુરના કાર્યલયમાં સ્વયંસેવકોના એક કાર્યક્રમને સંબોધિત કરતા એક મોટુ નિવેદન આપ્યુ છે. અહીં તેમણે કહ્યુ કે દેશમાં રહેતો દરેક વ્યક્તિ એક હિંદુ છે અને બધા ભારતીયોનુ ડીએનએ એક સમાન છે. કોઈએ પણ અનુષ્ઠાન કરીને પોતાની રીતો બદલવાની જરુર નથી. 40 હજાર વર્ષ પહેલા જે ભારત હતુ, કાબુલના પશ્ચિમથી છિંદવિન નદીના પૂર્વ સુધી અને ચીનની તરફના ઢાળથી શ્રીલંકાના દક્ષિણ સુધી જે માનવ સમૂહ આજે છે તેમનુ ડીએનએ 40 હજાર વર્ષોથી એક સમાન છે. ત્યારથી આપણા પૂર્વજો સમાન છે.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત તેમના ત્રણ દિવસીય પ્રવાસ પર છત્તીસગઢ પહોંચ્યા છે. મોહન ભાગવતે છત્તીસગઢના જશપુર જિલ્લામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. દિલીપસિંહ જુડવાની પ્રતિમાનુ અનાવરણ કર્યુ હતુ. આ સાથે બહાદુર ક્રાંતિકારી બિરસા મુંડાની જન્મજયંતિ પર આયોજિત આદિવાસી ગૌરવ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે ધર્મ પરિવર્તનને લઈને રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ આરએસએસ ચીફના આ નિવેદન પર પલટવાર કર્યો હતો.
મોહન ભાગવતે કહ્યુ કે, 'ભારતની આ સદીઓ જૂની વિશેષતા છે. સમગ્ર વિશ્વમાં હિંદુ ધર્મ એકમાત્ર એવો વિચાર છે જે બધાને સાથે લઈને ચાલવામાં માને છે. જ્યારથી આરએસએસની સ્થાપના થઈ (વર્ષ 1925માં) ત્યારથી હું આ વાતને ભારપૂર્વક કહુ છુ કે ભારતમાં રહેનાર દરેક હિંદુ છે. જે લોકો ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને અનેક વિવિધતાઓ છતાં એકતાની સંસ્કૃતિમાં વિશ્વાસ રાખીને સાથે રહેવા માંગે છે તેઓ હિન્દુ છે. અમે આ દિશામાં સતત પ્રયાસો કરી રહ્યા છીએ કે ભલે કોઈ પણ ધર્મ, સંસ્કૃતિ, ભાષા અને ખાનપાન કે વિચારધારા હોય, એ બધા હિન્દુ જ છે.'
RSS પ્રમુખ મોહન ભાગવતે વધુમાં કહ્યુ કે, 'હવે દેશમાં પહેલાની સરખામણીમાં સ્વયંસેવકોની સંખ્યામાં વધારો થયો છે. સમગ્ર દેશમાં ઝડપથી વિકસતુ આ સંગઠન ખૂબ જ અનોખુ છે. સંઘ વિશે જાણવા માટે આપણે કોઈની સાથે સંઘની તુલના કરી શકીએ નહીં. જો આપણે સંઘ વિશે વધુ જાણવુ હોય તો આપણે તેમાં જોડાવું પડશે. જ્યારે આપણે સંઘમાં જોડાઈશું ત્યારે સંઘની મહાનતા સમજાશે. સંઘની શાખામાં કોઈની જ્ઞાતિ પૂછવામાં આવતી નથી. સંઘનું કામ વ્યક્તિગત અને રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડવાનુ અને લોકોમાં એકતા લાવવાનુ છે. દરેકની આસ્થાનુ સન્માન કરવુ જોઈએ. દરેક ભારતીય જે 40,000 વર્ષ જૂના 'અખંડ ભારત'નો હિસ્સો છે, તેમનુ ડિએનએ એક છે.'
ભિલાઈમાં આયોજિત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવીન રાજીવ ભવનના શિલાન્યાસ સમારોહમાં પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક મોહન ભાગવતના નિવેદન પર પલટવાર કરતા કહ્યુ કે મોહન ભાગવતજી છત્તીસગઢ આવ્યા છે, તેમનુ સ્વાગત છે પરંતુ છત્તીસગઢમાં 15 વર્ષમાં જેટલા ધર્માંતરણ થયા તેનો હિસાબ પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહ પાસેથી માંગી શકે છે, તેમના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ ચર્ચ બન્યા છે. જો તેમની પાસે આંકડા ન હોય તો હું આપવા તૈયાર છુ. જ્યારે ધર્માંતરણ થાય છે ત્યારે ક્યાંક ચર્ચ બને છે. તેથી જ પૂર્વ મુખ્યમંત્રીના કાર્યકાળમાં જ્યાં-જ્યાં ચર્ચો બનાવવામાં આવ્યા છે ત્યાં ઝડપી રૂપાંતરણ થયુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
