આખા દેશમાં ચોમાસુ સક્રિય, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, 4 દિવસની એલર્ટ
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા અમુક કલાકો દરમિયાન અમુક રાજ્યોમાં વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે.
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા અમુક કલાકો દરમિયાન બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય, હિમાચલ પ્રદેશ તથા ઉત્તર પ્રદેશ અને બિહારના તરાઈ ક્ષેત્રોમાં મૂસળધાર વરસાદ થઈ શકે છે. વળી, માયાનગરી મુંબઈમાં ભારે વરસાદે ઉત્પાત મચાવ્યો છે. કાલે મુંબઈમાં જોરદાર વરસાદ થયો છે. વળી, આજે પણ મુંબઈ, ગોવા-કોંકણમાં ભારે વરસાદનુ એલર્ટ જારી થયુ છે.

સોનભદ્ર અને મિર્ઝાપુર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
વળી, ઉત્તર પ્રદેશના સોનભદ્ર અને મિર્ઝાપુર જિલ્લાઓ તેમજ આસપાસના વિસ્તારોમાં આવતા અમુક કલાકોમાં વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આઈએમડીના જણાવ્યા મુજબ આજે અને કાલે અસમ અને મેઘાયલમાં મૂસળધાર વરસાદની સંભાવના છે. વળી, સિક્કમિ, બિહાર અને આસપાસના પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવતા 4 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. વિભાગના લોકોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.
|
મધ્યમથી ભારે વરસાદ થવાના અણસાર
વળી, દિલ્લી, ફરીદાબાદ, ગુરુગ્રામ, મેરઠ, રોહતક, ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ હવામાનમાં પલટી મારી શકે છે અને અહીં પણ વરસાદ થઈ શકે છે જ્યારે ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય, હિમાચલ પ્રદેશ, એમપી, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને તટીય કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદના અણસાર છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આઈએમડીએ જમ્મુ કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબના બાકીના ભાગો અને દિલ્લી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બાકીનુ મધ્ય પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ, તેલંગાના, આંધ્રપ્રદેશ, આંતરિક કર્ણાટકના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનુ એલર્ટ જારી કર્યુ હતુ.
|
સ્કાઈમેટે આપી ચેતવણી
જ્યારે હવામાનની સ્થિતિ જણાવતી એજન્સી સ્કાઈમેટ આવતા અમુક કલાકોમાં બિહારના તરાઈ ક્ષેત્રો, પૂર્વોત્તર ભારત, ઝારખંડ, ઉત્તર ઓરિસ્સા, ઉત્તર છત્તીસગઢ, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ, ગુજરાતના પૂર્વ ક્ષેત્રો, કોંકણ ગોવા, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, ઉત્તરી પંજાબ અને હરિયાણાના અમુક ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ ભાગોમાં એક-બે જગ્યાઓએ ભારે વરસાદ પણ થવાની સંભાવના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
