Video : કાશ્મીરી મુસ્લિમોને ભારતમાં જિહાદ માટે ઉશ્કેરતો અલ કાયદાનો વિડિયો
શ્રીનગર, 19 જૂન : ભારતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જુની સમસ્યાઓને ઉકેલે એ પહેલા એક નવી સમસ્યા બહાર આવી છે. કાશ્મીરી મુસ્લિમોને ભારતમાં જિહાદ માટે ઉશ્કેરતો અલ કાયદાનો વિડિયો બહાર આવ્યો છે. કાશ્મીરના મુસ્લિમોને ભારત સામે જિહાદ માટે ઉશ્કેરતી અલકાઈદાના આ વીડિયોમાં લોકશાહી, બંધ, મંત્રણા અને સમાધાનના રાજકારણ સામે પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા છે.
આ વિડિયો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. આ વિડિયો 12 મિનિટનો છે. તેમાં મૌલાના અસીમ ઉમરે ઉર્દૂભાષામાં કાશ્મીરના મુસ્લિમોને સવાલો કરી રહ્યા છે.
તેમણે સવાલો કર્યા છે કે શા માટે તેમણે જિહાદનો જુસ્સો ગુમાવ્યો છે? અને લોકશાહી, બંધ મંત્રણા અને સમાધાનના પોકળ સૂત્રોમાં માનવાનું શરૂ કર્યું છે? બંદૂકોના સ્થાને પથ્થર ઉપાડવાનું કોણે કહ્યું છે? જિહાદના માર્ગને છોડી દેવાની ફરજ પાડવાનું કાવતરુ કોણે રચ્યું છે અને શાંતિમય વિરોધનો માર્ગ અપનાવવાનું કોણે કહ્યું છે? આ પોકળ સૂત્રોથી કોઈ દેશને આઝાદી મળી છે કે?

મૌલાના ઉમર અલકાઈદાનો પાકિસ્તાન વિભાગનો નેતા હોવાનું કહેવાય છે. તેણે કાશ્મીરના લોકોને જિહાદ કરવા અનુરોધ કર્યો છે. અલકાયદાએ ભૂતકાળમાં કાશ્મીર અંગે ઓસામા બિનલાદેન અને તેના નાયબ આયમેન અલ-ઝવાહીરીના નિવેદનો પ્રગટ કર્યા હતા.
આ વિડિયોને 'જિહાદ ચાલુ રહેવી જોઈએ, કાશ્મીરના મુસ્લિમોને સંદેશો' એવા મથાળા સાથે બહાર પાડવામાં આવ્યો છે. એટલું જ નહીં વીડિયોમાં કાશ્મીરને આઝાદ કરવા માટે અફધાનિસ્તાનમાંથી શહિદોની વણઝાર આવી રહી છે એવું વચન આપવામાં આવ્યું છે.
આમાં મૌલાના ઉમરે પાકિસ્તાન અને બંને બાજુના કાશ્મીરના લોકોને પ્રશ્ર્નો કર્યા છે અને જવાબ માગ્યા છે. આમાં પૂછવામાં આવ્યું છે કે ભારતના લશ્કર સામે લડવાની તમારા નિર્ધારનું શું થયું? બ્રાહ્મણ જાદુ અથવા પાકિસ્તાનના તંત્રે કાશ્મીરની બાબતને ભૂતકાળની વાત માની લીધી હોવાને કારણે આ થયું છે કે? જિહાદ જે ગઈકાલ સુધી જરૂરી હતી તેને શા માટે ત્યજી દેવાઈ છે?
અફઘાનિસ્તાનમાંથી નાટોના દળો પાછા ખેંચાઈ રહ્યા છે ત્યારે આ વીડિયો પ્રગટ થવાની વાત મહત્ત્વની છે. નિષ્ણાતોએ એવો ભય વ્યક્ત કર્યો છે કે અફઘાનિસ્તાનમાંથી તાલિબાનો કાશ્મીર ખીણમાં ઊતરી આવશે. વર્ષ 2013માં અલકાયદાના વડા અલ ઝવાહીરીએ ભારતના ભારતીય દળો સામે લડવાની બાબતને લીલીઝંડી આપી હતી. પાકિસ્તાન તાલિબાને પણ કાશ્મીરમાં ઘુસવાનો ઈરાદો જાહેર કરેલો છે.
આમ છતાં કાશ્મીરમાં અલકાયદાની જિહાદની વાત કોઈ કાને હાથ ધરવા તૈયાર નથી. દુખતરેને મિલાતના વડા આશિયા અદરાબીને બાદ કરતા સયદઅલી ગિલાની સહિત આઝાદીની તરફેણ કરતા જૂથોના નેતાઓએ અલકાઈદા, તાલિબાન અને તેની સાથે સંકળાયેલા જૂથોથી છેટું રાખ્યું છે.
જિહાદ માટે બંદૂકની જરૂર નથી, તમે કલમ, નાણાં અને વાચાથી આ લડત લડી શકો છો. અમે અહીં જે કરી રહ્યા છીએ તે ખરેખર જિહાદ જ છે એમ ગિલાનીએ જણાવ્યું છે.
આ રહ્યો એ વિડિયો...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
