Akhilesh Yadav Daughter : શું કરે છે અખિલેશ યાદવની દિકરી અદિતી યાદવ? જાણો કેમ ચર્ચામાં છે?
Akhilesh Yadav Daughter: ઉત્તર પ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની દિકરી અદિતી યાદવ આ દિવસોમાં ચર્ચામાં છે. કાશ્મીરના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં તેણી પિતા અખિલેશ યાદવ સાથે પહોંચી હતી.
જમ્મુ કાશ્મીર શપથ ગ્રહણ સમારોહ બાદ તેણી સતત ચર્ચામાં છે. અહેવાલો એવા પણ છે કે તે રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે.

અખિલેશ યાદવે ખુદ અદિતી યાદવ સાથેના ફોટો તેના સોશિયલ હેન્ડલ પર શેર કર્યા હતા. આ તસવીર સામે આવતા લોકોને લાગી રહ્યું છે કે તેણી રાજકારણમાં આવવાની તૈયારીમાં છે.
જણાવી દઈએએ કે, લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પણ અદિતિ યાદવ ઘરે-ઘરે જઈને તેની માતા ડિમ્પલ યાદલ અને પિતા અખિલેશ માટે વોટ માંગતી જોવા મળી હતી. તે સમયે લોકો તેણીને ઘર કી બિટિયા કહીને બોલાવતા હતા.
લોકસભા ચૂંટણી બાદ અદિતિ ફરી એક રાજકીય કાર્યક્રમમાં હાજરી આપવાને કારણે ચર્ચામાં છે. અદિતિ ઉપરાંત તેના ભાઈ અર્જુન યાદવે પણ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
આ બીજી વખત છે જ્યારે અદિતિ યાદવ કોઈ રાજકીય કાર્યક્રમમાં જોવા મળી છે. અખિલેશે શેર કરેલી તસવીરો જોઈને લાગે છે કે મુલાયમ સિંહ યાદવની ત્રીજી પેઢી પણ રાજકારણમાં આવવા તૈયાર છે.
સમાજવાદી પાર્ટી સામે ભાઈ-ભત્રીજાવાદના આરોપો છતાં અદિતિ યાદવ મુલાયમ સિંહ યાદવના વંશની ત્રીજી પેઢીનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળે છે.
કોણ છે અદિતિ યાદવ?
અદિતિ યાદવ સમાજવાદી પાર્ટીના વડા અને સાંસદ અખિલેશ યાદવ અને સાંસદ ડિમ્પલ યાદવની પુત્રી છે. અદિતિ યાદવ 21 વર્ષની છે.
અદિતિ યાદવે તેનું સ્કૂલિંગ લખનૌની લા માર્ટિનીયર ઇન્ટર કોલેજમાંથી કર્યું છે. અદિતિએ વર્ષ 2020માં 12માની પરીક્ષામાં 98 ટકા માર્ક્સ મેળવ્યા હતા.
હાલમાં અદિતિ યાદવ યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)માંથી રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ કરી રહી છે. અદિતિ યાદવને બેડમિન્ટન અને ઘોડેસવારીનો પણ શોખ છે.
અદિતિ યાદનની રાજનીતિમાં પ્રવેશવાની યોજના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે, મુલાયમ સિંહ યાદવની પૌત્રીના રાજકારણમાં પ્રવેશવાની અટકળો અંગે સમાજવાદી પાર્ટીએ કોઈ વાત કરી નથી.
લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ડિમ્પલ યાદવે કહ્યું હતું કે, અદિતિ માત્ર મારા માટે પ્રચાર જ નથી કરી રહી પરંતુ એક રીતે તે પોતાના મૂળ પણ શોધી રહી છે. તે લોકોને મળી રહી છે, તેમના ઘરે જઈ રહી છે અને તેમની સાથે સમય વિતાવી રહી છે.
પુત્રીની રાજકીય યોજનાઓ અંગે ડિમ્પલ યાદવે કહ્યું હતું કે, તે પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. મેં હંમેશા મારા બાળકોને ટેકો આપ્યો છે અને તે સંપૂર્ણપણે તેના પર નિર્ભર છે કે તે રાજકારણમાં કારકિર્દી બનાવવા માંગે છે કે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
