Video: આકાશ અંબાણીના લગ્નનું કાર્ડ સામે આવ્યું, થીમ એવી કે વારંવાર જોવાનું મન થશે
Video: આકાશ અંબાણીના લગ્નનું કાર્ડ સામે આવ્યું, અહીં જુઓ
નવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી બિઝનેસમેન રસેલ મેહતાની દીકરી શ્લોકા મેહતા સાથે 9 માર્ચના રોજ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે. બંનેના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. આ કાર્ડ પણ ઈશા અંબાણીના લગ્નના કાર્ડની જેમ જ ખાસ અને સૌથી અલગ છે. લગ્નના કાર્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કાર્ડ પણ એક બૉક્સની જેમ છે જેમાં કેટલાય ફોલ્ડર્સ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્ડ કોઈ ખાસ મેહમાને શેર કર્યું છે. જો કે અંબાણી પરિવાર તરફથી આ કાર્ડની તસવીરો શેર કરવામાં આવી નથી. આ કાર્ડ રાધા અને કૃષ્ણ થીમ પર આધારિત છે. જાણો કાર્ડ વિશે અને જુઓ તેનો વીડિયો. વીડિયો આર્ટિકલની એકદમ નીચે છે.

કાર્ડ ખોલતા જ ભજન સંભળાય છે
કાર્ડ ખોલતાની સાથે જ "અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ" ભજનની ધુન વાગવી શરૂ થઈ જાય છે. બીજું પાનું ખોલવા પર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા રાણીની એક સુંદર ફ્રેમની બનેલ તસવીર સામે આવે છે. કાર્ડના આગલાં કેટલાંય માનામાં લગ્ન સાથે જોડાયેલ ડિટેલ્સ સામે આવે છે. જેમાં કેટલીય જગ્યાએ નાના-મોટા મેસેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જે હેન્ડરાઈટિંગ ફોન્ટમાં છે. જેની ઉપર રંગીન રોશની ડિજિટલ રૂતે દેખાય છે. લગ્નના કાર્ડના બોક્સની બહાર સામે બાજુ ડોલીની તસવીર બનેલ છે.

કાર્ડમાં બધા રંગ
સૌથી પહેલા ઓરેન્જ રંગનું કાર્ડ સામે આવે છે જેમાં અંદર લીલા રંગનું ફેલ્ડેબલ કાર્ડ છે જે ખોલવા પર પિંક રંગના કાર્ડમાં ગણપતિની તસવીરો ફૂલો સાથે જોવા મળે છે. જે બાદ ક્રીમ રંગ અને લાલ ંગના કૉમ્બિનેશનથી સજેલું કાર્ડ સામે આવે છે જેમાં નીતા અને મુકેશ અંબાણીના નામની સાથે મહેમાનોને આમંત્રિત કરવાનો સંદેશ લખ્યો છે. જે બાદ લાલ રંગના કાર્ડમાં 9 માર્ચના રોજ લગ્નના સમારોહ વિશે જણાવવામાં આવ્યું છે અને તેમાં પણ રાધા-કૃષ્ણની તસવીરો બની ગઈ છે. જે બાદ વધુ એક લીલા રંગના કાર્ડમાં 10 માર્ચના મંગળ પર્વ વિશે આમંત્રણ છે. જે બાદ નીલા રંગના કાર્ડમાં 11 માર્ચના લગ્નના સમારોહ વિશે મહેમાનોને જણાવવામાં આવ્યું છે અને તેને મંગળ આશિર્વાદનું નામ આપવામાં આવ્યું છે.

સિદ્ધિ વિનાયકને આપ્યું હતું પહેલું કાર્ડ
ગતરોજ જ મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણીની સાથે દીકરા આકાશ અંબાણીના લગ્નનું પહેલું કાર્ડ ચઢાવવા માટે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે દીકરી ઈશા અંબાણીના સસુર અજય પીરામ પણ હતા. ઈશાના લગ્ન પાછલા વર્ષે ડિસેમ્બરે જ થયા હતા.

આકાશ-શ્લોકાના વેડિંગ શેડ્યૂઅલ
લગ્નની તારીખઃ શનિવાર, 9 માર્ચ 2019
વેન્યૂઃ જિયો વર્લ્ડ સેન્ટર, બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ
સમયઃ સાંજે 7.30 વાગ્યે
લગ્નનું જશ્નઃ શનિવાર, 20 માર્ચ 2019
વેન્યૂઃ જિયો વર્લ્ડ સેન્ટર, બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ
રિસેપ્શન પાર્ટીઃ શનિવાર, 11 માર્ચ 2019
વેન્યૂઃ જિયો વર્લ્ડ સેન્ટર, બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ

આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની જુલાઈમાં સગાઈ થઈ હતી
આકાશ અંબાણી અને શ્લોકા મેહતા 9 માર્ચના રોજ લગ્ન કરવા જઈ રહી છે. બંને જ બાળપણના મિત્ર છે. પાછલા વર્ષે જુલાઈમાં તેમની સગાઈ થઈ હતી. ઈશા અંબાણીની સગાઈમાં આકાશ અને શ્લોકાને એકસાથે જોવા મળ્યો હતો. ઈશાની સગાઈ ઈટલીના લેક કોમોમાં થઈ હતી. સંગીત સેરેમનીમાં બંનેએ એકસાથે પરફોર્મ પણ કર્યું હતું. જણાવી દઈએ કે અગાઉ 24 માર્ચે ગોવામાં બંનેની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની થઈ હતી. જ્યાં માત્ર ખાસ દોસ્ત અને સંબંધીઓ હાજર હતા. જ્યાં આકાશ અને શ્લોકાનું ફૉટોશૂટ પણ થયું હતું.
| |
જુઓ કાર્ડનો વીડિયો
કાર્ડનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમે પણ જુઓ અને કમેન્ટ બૉક્સમાં તમારી પ્રતિક્રિયા આપો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
