એર ઈન્ડિયાએ રોક્યુ ફ્લાઈટનુ બુકિંગ, DGCAએ જારી કર્યુ સર્ક્યુલર
સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીની સલાહ બાદ પોતાની બધી ઉડાનો માટે ટિકિટોનુ બુકિંગ બંધ કરી દીધુ છે.
સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીની સલાહ બાદ પોતાની બધી ઉડાનો માટે ટિકિટોનુ બુકિંગ બંધ કરી દીધુ છે. કંપનીના અધિકારીઓએ આની માહિતી આપી. તમને જણાવી દઈએ કે ઉડ્ડનયન મંત્રીએ શનિવારે કહ્યુ હતુ કે વિમાન કંપનીઓએ યાત્રી ઉડાનો શરૂ કરવા વિશે સરકરાના નિર્દેશ મળ્યા બાદ જ ટિકિટોનુ બુકિંગ શરૂ કરવુ ત્યારબાદ રવિવારે એરઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યુ કે તેણે બુકિંગ બંધ કરી દીધુ છે. કંપનીના અધિકારીઓએ રવિવારે જણાવ્યુ કે અમે બધી એડવાન્સ બુકિંગ બંધ કરી દીધી છે. કોઈ પણ યાત્રી જેમણે ટિકિટ બુક કરી હોય અને સંબંધિત ઉડાન રદ થઈ જાય તો એવા સમયમાં તે યાત્રીને બાદમાં ટિકિટ બુક કરાવવા માટે ક્રેડિટ વાઉચર આપવામાં આવશે.

વિસ્તારા અને એર એશિયા ઈન્ડિયાએ આપ્યુ આ નિવેદન
જો કે ખાનગી કંપનીઓએ ચાર બાદની ઉડાનો માટે ટિકિટોનુ બુકિંગ હાલમાં બંધ કર્યુ નથી. વિસ્તારા અને એર એશિયા ઈન્ડિયાએ કહ્યુ કે અત્યાર સુધી તેમને સરકાર તરફથી બુકિંગ ન કરવા અંગે લેખિતમાં કોઈ આદેશ મળ્યો નથી. આ અંગે અમે મંત્રાલયની નોટિસની રાહ જોઈશુ. અમે 3 મે સુધી ઉડાનો અને બુકિંગ બંધ રાખ્યુ છે પરંતુચાર મે અને ત્યારબાદની તારીખો માટે બુકિંગ સ્વીકારી રહ્યા છે. વિમાન કંપનીનુ કહેવુ હતુ કે મંત્રાલય તરફથી સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવશે ત્યારે અમે બુકિંગ બંધ કરી દઈશુ.

ડીજીસીએ જારી કર્યુ સર્ક્યુલર
ત્યારબાદ ડીજીસીએ તરફથી રવિવારે સાંજે એક સર્ક્યુલર જારી કરવામાં આવ્યુ જેમાં એરલાઈનોને ટિકિટ બુક કરવાનુ ટાળવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એરલાઈન્સોને એ પણ કહેવામાં આવ્યુ છે કે તેમણે પરિચાલન શરૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. એટલુ જ નહિ પરિચાલન શરૂ કરવા માટે તેમને કાયદેસર નોટિસ પણ આપવામાં આવશે.

હરદીપ સિંહ પુરીએ આપી હતી બુકિંગ બંધ રાખવાની સલાહ
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ મોડી રાતે એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય એ સ્પષ્ટ કરે છે કે ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય ઉડાનોનુ પરિચાલન શરૂ કરવા વિશે અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિમાન સેવા કંપનીઓને સલાહ આપવામાં આવે છે કે તે આ અંગે સરકારના નિર્ણય બાદ જ બુકિંગ શરૂ કરે. તમને જણાવી દઈએ કે એરઈન્ડિયાએ શનિવારે કહ્યુ હતુ કે 4 મે પછી ઘરેલુ અને 1 જૂનથી આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે ટિકિટ બુકિંગની સુવિધા હશે. તમને જણાવી દઈએ કે લૉકડાઉનના એલાન બાદ એક ઈન્ડિયા સહિત દેશની બધી એરલાઈન્સની ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની ફ્લઈટ્સનુ પરિચાલન બંધ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
