Air India Flight : એર ઈન્ડિયા ફ્લાઈટ બોમ્બ ધમકી જર્મની અને લંડનથી આવી?
Air India Flight : ભારતીય એરલાઈન્સની ફ્લાઈટોને કારણે દુનિયાભરમાં હંગામાનો માહોલ છે. એક પછી એક ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગે એજન્સીઓની ઉંઘ હરામ કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલો સિલસિલો આજે પણ ચાલુ છે અને 20 થી વધુ ફ્લાઈટોનું ઈમરજન્સી લેન્ડિંદ કરાવવાની ફરજ પડી છે.

ઈમરજન્સી સ્થિતી વચ્ચે સુરક્ષા એજન્સીઓએ વિવિધ એરપોર્ટ પર આતંકવાદ વિરોધી વિશેષ કવાયત શરૂ કરવા આદેશ કર્યા છે અને તમામ એરપોર્ટની સુરક્ષા ખૂબ જ મજબૂત કરવામાં આવી છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા પર ઘણા વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળ્યા પછી, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ લંડન અને જર્મનીમાં ધમકીઓ પોસ્ટ કરતા આઈપી એડ્રેસ શોધ્યા છે.
આ અઠવાડિયે વિવિધ ભારતીય એરલાઇન્સની 20 થી વધુ ફ્લાઇટમાં બોમ્બની ધમકીઓ મળી છે અને તેને ઈમરજન્સી લેન્ડ કરવાની ફરજ પડી છે. સોમવારે પણ ઈન્ડિયન એરલાઈન્સની ત્રણ ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી અને મંગળવારે વધુ 10 ફ્લાઈટને આવી જ ધમકીઓ મળી.
આ ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જારી કરવામાં આવી હતી અને સુરક્ષા તપાસ બાદ તેને ખોટી જાહેર કરવામાં આવી હતી. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ આના પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓએ સૌપ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને IP એડ્રેસ શેર કરવા કહ્યું જ્યાંથી બધી પોસ્ટ જનરેટ કરવામાં આવી હતી. આ તમામ એકાઉન્ટને નિષ્ક્રિય કરવા પણ કહેવાયુ છે.
અહેવાલ અનુસાર, પ્રારંભિક અહેવાલોમાં પોસ્ટ ત્રણ અલગ-અલગ હેન્ડલ્સમાંથી થઈ હોવાનું જાણવા મળ્યુ છે. આમાંથી બે આઈપી એડ્રેસની ઓળખ થઈ છે.આ યુઝર્સે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPN નો ઉપયોગ કરીને ટ્વિટ કર્યા છે.
આ તમામ ઘટનાઓ બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે તેઓ નિયમોને વધુ કડક બનાવવાના પગલાં પર વિચાર કરી રહ્યા છે, જેથી આવી ધમકીઓ પાછળના લોકોને કડક સજા આપવામાં આવે, જેમાં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટમાં આરોપીને નો-ફ્લાય સ્ટેટસ આપવાનો પણ વિચાર કરવામાં આવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
