અમદાવાદ: ઇસનપુરમાં ગૌવંશના ટુકડા મળતા લોકોમાં રોષ, સંગઠનોએ આપી ચિમકી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અમદાવાદના ઇસનપુરમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિર બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળી આવ્યા હતા. જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દૂભાઈ છે અને લોકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકોએ 24 કલાકમાં આરોપીઓને પકડવા માંગ
અમદાવાદના ઇસનપુરમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિર બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળી આવ્યા હતા. જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દૂભાઈ છે અને લોકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકોએ 24 કલાકમાં આરોપીઓને પકડવા માંગ કરી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બીજી તરફ હિંદુ સંગઠનોએ બંધનું એલાન જાહેર કર્યું છે. જો કે, પોલીસે હિંદુ સંગઠનો સાથે મંત્રણા કરી આ પ્રકારની ઘટના ના બને તેનું ધ્યાન અને તકેદારી રખાશે તેવી ખાતરી આપી હતી. આ અંગે ACPએ નિવેદન આપતા કહ્યું કે, સમગ્ર મુદ્દે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. ગાય છે કે અન્ય પ્રાણી તેના આધારે ગુનો નોંધવામાં આવશે. સાથે અપીલ કરી છે કે, શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખે. દુકાનદારો પોતાનો વ્યવસાય ચાલુ રાખે.
આ બાબતને લઈને હિન્દુ સંગઠનોએ ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં આરોપી ઝડપાશે નહિ તો કાલે ઇસનપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં.આવશે. હાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સી આ કેસમાં તપાસમાં લાગી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
