પૂજા ખેડકર બાદ વધુ 6 ઓફિસરોના પ્રમાણપત્રોની તપાસ શરૂ, જાણો લિસ્ટમાં કોના કોના નામ?
ખોટા સર્ટિફિકેટ બનાવીને ઓફિસર બનેલી નકલી IAS પૂડા ખેડકરને પદેથી હટાવી દેવાઈ છે. હવે આ લિસ્ટમાં વધુ 6 અધિકારીઓની પણ તપાસ શરૂ કરાઈ છે.
પૂજા ખેડકર બાદ UPSC એ હવે અન્ય 6 પ્રોબેશનર્સ અને અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રો તપાસવાનું શરૂ કર્યું છે. સૂત્રો અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ અન્ય છ સરકારી કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટની તપાસ કરી રહ્યું છે.

પૂજા ખેડકરની ઉમેદવારી રદ થતાં 6 અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં UPSCએ પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરી છે. પૂજા ખેડકર પર પરીક્ષાના નિયમો અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાના આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલો અનુસાર, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા જે છ સિવિલ અધિકારીઓની ડિસેબિલિટી સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી રહી છે તેમાં પાંચ IAS અને એક IRS ઓફિસરનો સમાવેશ થાય છે.
સૂત્રો અનુસાર, આ અધિકારીઓ એ જ અધિકારીઓ હોઈ શકે છે જેમના ડિસેબિલિટી સર્ટિફિકેટની છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. જો કે અધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
પૂજા ખેડકરની ઉમેદવારી રદ કરતા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) એ એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે, UPSC એ ઉપલબ્ધ રેકોર્ડની કાળજીપૂર્વક તપાસ કરી છે અને CSE-ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને પૂજા ખેડકર કામ કરતી હોવાનું જણાયું છે.
CSE-2022 માટે તેમની કામચલાઉ ઉમેદવારી રદ કરવામાં આવી છે અને તેમને UPSC ની ભવિષ્યની તમામ પરીક્ષાઓ/પસંદગીઓમાંથી કાયમી ધોરણે બાકાત રાખવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
