ચંદ્રયાન 2 બાદ હવે ગગનયાનની તૈયારી, જાણો શું છે મિશન Gaganyaan
ભારતીય વાયુસેનાએ ગગનયાનની તૈયારી કરી લીધી છે. ભારતીય વાયુસેનાના મહત્વાકાંક્ષી ગગનયાન મિશનના પહેલા તબક્કાની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.
ઈસરોના મહત્વાકાંક્ષી અંતરિક્ષ મિશન ચંદ્રયાન 2ની સૉફ્ટ લેંડિંગ ફેલ થયા બાદ દેશભરમાં નિરાશા છવાઈ ગઈ. જો કે હજુ પણ આશાઓ ઉંચી છે. ઑર્બિટર સુરક્ષિત છે. લેંડર વિક્રમે ચંદ્રમા પર લેંડિંગ કર્યુ છે પરંતુ ઈસરોનો સંપર્ક લેંડર વિક્રમ સાથે તૂટી ગયો છે. એવામાં વૈજ્ઞાનિકોની દરેક સંભવ કોશિશ છે કે કોઈ પણ રીતે વિક્રમ સાથે સંપર્ક કરવામાં આવે. જો કે જેમ જેમ દિવસો વીતી રહ્યા છે ચંદ્રયાન 2 માટે આશાઓ ખતમ થઈ રહી છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ ગગનયાનની તૈયારી કરી લીધી છે. ભારતીય વાયુસેનાના મહત્વાકાંક્ષી ગગનયાન મિશનના પહેલા તબક્કાની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.

ચંદ્રયાન 2 બાદ ગગનયાનની તૈયારી
ભારતીય વાયુસેનાએ ગગનયાન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પહેલા તબક્કાની તૈયારી પણ પૂરી થઈ ચૂકી છે. ગગનયાન માટે અંતરિક્ષ યાત્રીઓની પસંદગી પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે. વાયુસેનાએ કહ્યુ કે ટેસ્ટ પાયલટોની ઉંડી શારીરિક તપાસ, પ્રયોગશાળા તપાસ, રેડિયોલોજિકલ તપાસ, ક્લીનિકલ તપાસ અને મનોવૈજ્ઞાનિકના વિભિન્ન પડાવોની તપાસ કરવામાં આવી. આ પ્રારંભિક પસંદગી પ્રક્રિયામાં 25 ટેસ્ટ પાયલટોએ ભાગ લીધો. ત્યારબાદ બીજા ઘણા તબક્કા થવાના છે.

વાયુસેનાએ શરૂ કરી ગગનયાનની તૈયારી
વાયુસેનાએ ગગનયાન માટે તૈયારી શરૂ કરી દીધી છે. પસંદગી પ્રક્રિયામાં હજુ ઘણા તબક્કા થશે અને માત્ર 2-3 ટેસ્ટ પાયલટ જ અંતિમ યાદીમાં શામેલ થઈ શકશે. ચંદ્રયાન બાદ ઈસરોના પહેલા માનવ મિશન ગગનયાનની તૈયારી ઝડપથી ચાલી રહી છે. આ મિશન દ્વારા ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં 7 દિવસન યાત્રા પર મોકલવામાં આવશે. ઈસરોએ આના માટે પહેલા તબક્કાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે જેમાં ઓડિશાના બલાંગીરના વિંગ કમાંડર નિખિલ રથને શૉર્ટલિસ્ટ કરી લેવામાં આવ્યા છે.

શું છે મિશન ગગનયાન
તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાએ આ મિશન માટે શરૂઆતમાં કુલ 25 પાયલટોને પસંદ કર્યા હતા પરંતુ આમાંથી પહેલા તબક્કામાં માત્ર 10 પાયલટ જ પાર કરી શક્યા. ગગનયાન 2022માં અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ મિશનમાં ઈસરો અંતરિક્ષમાં 3 ભારતીયોને મોકલશે. ઈસરો અને ભારતીય વાયુસેના આ પ્રોજેક્ટમાં મળીને કામ કરી રહ્યુ છે. આ મિશન માટે વાયુસેના પોતાના પાયલટોમાંથી પસંદગી કરીને 3 અંતરિક્ષયાત્રી ઈસરોને આપશે. ત્યારબાદ તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. પાયલટોની ટ્રેનિંગમાં રશિયા પણ ભારતની મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 10,000 કરોડના બજેટવાળા આ મિશનની ઘોષણા ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. મિશન દરમાયન અંતરિક્ષ યાન 300થી 400 કિલોમીટરની સીમામાં પૃથ્વીના ચક્કર લગાવશે. મિશન દરમિયાન બે અનમેન્ડ અને એક મેન્ડ મિશનને અંજામ આપશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
