અફઘાનિસ્તાન : કાબુલ સ્કૂલ વિસ્ફોટમાં 50 લોકોનાં મૃત્યુ, મલાલાએ કહ્યું દુનિયાના દેશો બાળકોની રક્ષા માટે એક થાય
અફઘાનિસ્તાન : કાબુલ સ્કૂલ વિસ્ફોટમાં 50 લોકોનાં મૃત્યુ, મલાલાએ કહ્યું દુનિયાના દેશો બાળકોની રક્ષા માટે એક થાય

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક સ્કૂલની બહાર થયેલા વિસ્ફોટમાં 50 લોકો મૃત્યુ પામ્યાં છે અને ડઝનબંધ લોકો ઘાયલ છે. ભોગ બનનારાની અતિમવિધિઓ શરૂ કરવામાં આવી છે.
હજી સુધી કોઈ સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.
શિક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભોગ બનનાર મોટાં ભાગની વિદ્યાર્થિનીઓ છે.

સમાચાર સંસ્થા એએફપી અનુસાર અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના પ્રવક્તા તારિક અરિયાને કહ્યું કે, "દુખની વાત છે છે 50 લોકો મૃત્યુ પામ્યાં છે"
રૉયટર્સ મુજબ તારિક અરિયાને કહ્યું કે, ઘાયલોમાં મોટાં ભાગના વિદ્યાર્થીઓ છે. જોકે, એમણે વિસ્ફોટનું કારણ શું હતું એ અને તે કોને નિશાન બનાવી કરવામાં આવ્યો તે નથી કહ્યું.
નોબેલ શાંતિ સન્માન મેળવનારાં મલાલાએ કાબુલમાં વિસ્ફોટનો ભોગ બનનાર શાળાના બાળકોનાં પરિવારો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે અને દુનિયાના દેશોને બાળકોની રક્ષા માટે એક થવા અનુરોધ કર્યો છે.
https://twitter.com/Malala/status/1391191066775375877
- નહેરુ-ગાંધી સરકારે બનાવેલી સિસ્ટમ પર કપરા સમયમાં ભારત ટકી રહ્યું છે - શિવસેના
- ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કોણ કરે છે?
- કોરોના સંકટમાં મોદી સરકારની કામગીરીથી ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન નારાજ

વિસ્ફોટ કાબુલની પશ્ચિમમાં દસ્ત-એ-બાર્ચી સ્કૂલની બહાર થયો છે જ્યાં વિદ્યાર્થીઓ હાજર હતાં.
https://www.youtube.com/watch?v=p3fiIiZFLB8
એએફપી અનુસાર જે સમયે વિસ્ફોટ થયો એ સમયે સામાન્ય લોકો પણ પાસેના બજારમાં ઈદ-ઉલ-ફિત્ર માટે સામાન ખરીદવાં નીકળેલાં હતાં. ઉલ્લેખનીય છે કે મુસ્લિમો માટે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવા પર ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર મનાવવામાં આવે છે.
આ વિસ્તારમાં શિયા હજરા સમુદાયની ખૂબ મોટી વસતી રહે છે અને તાજેતરના વર્ષોમાં આ સમુદાય કથિત ઇસ્લામી ચરમંપથી સમૂહ ઇસ્લામિક સ્ટેટના નિશાના પર રહ્યો છે.
સ્થાનિક મીડિયા અનુસાર અહીંની સરકારી સેકન્ડરી સ્કૂલની પાસે વિસ્ફોટનો મોટો અવાજ સાંભળવામાં આવ્યો. જે સમયે વિસ્ફોટ થયો તે સમયે વિદ્યાર્થીઓ સ્કૂલથી આવી રહ્યાં હતા.
https://twitter.com/TOLOnews/status/1391031468214820868
સોશિયલ મીડિયામાં આવી રહેલી તસવીરોમાં સ્કૂલ બેગ અને બળેલી ગાડીઓ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આ વર્ષે 11 સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના હઠાવી લેવાનો નિર્ણય લીધો એ પછી દેશમાં હાઈઍલર્ટની સ્થિતિ છે.
અફઘાન અધિકારીઓનું કહેવું છે કે દેશની અંદર તાલિબાની હુમલાઓ વધી રહ્યાં છે.
જોકે, શનિવારે થયેલા વિસ્ફોટની જવાબદારી હજી સુધી કોઈ સમૂહે લીધી નથી.
- વનરાજ ભાટિયા : એ કચ્છી જેમણે પરિવારનો વેપારધંધો છોડીને સંગીતને ગળે લગાડ્યું
- કુંભમેળાએ 'સુપર સ્પ્રેડર’ બની કોરોના ફેલાવ્યો હોવાની વાત કેટલી સાચી?
- કોરોનાના કેરમાં ઍમ્બ્યુલેન્સવાળાને જ્યારે આપવા પડ્યા 1 લાખ 10 હજાર રૂપિયા

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=ARKSi3lfk5g&t=30s
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
