પોંડિચેરી જેવું હશે નવું જમ્મુ-કાશ્મીર, કેન્દ્ર શાસિત પ્રદેશ બનતાં આવી રીતે ચાલશે પ્રશાસન
પોંડિચેરી જેવું હશે નવું જમ્મુ-કાશ્મીર, કેન્દ્ર શાસિત પ્રદેશ બનતાં આવી રીતે ચાલશે પ્રશાસન
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના વિશેષાધિકારને ખતમ કરતું તથા જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તબલિદ કરતું પુનર્ગઠન બિલ 2019થી જમ્મુ અને કાશ્મીર હવે એક રાજ્ય ન રહી બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચાઈ ગયું છે. 1) જમ્મુ અને કાશ્મીર તથા 2) લદ્દાખ. ત્યારે ચલો સમજીએ કે આનો મતલબ શું છે અને ત્યાંની વિધાનસભા અને સરકાર પર આનો કેવો પ્રભાવ પડશે?

પોંડીચેરીની જેમ કામ કરશે જમ્મુ અને કાશ્મીર
સંવિધાનને જે અનુચ્છેદ 239એ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગૂ છે, તે જ અનુચ્છેદ હવે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ લાગૂ થશે. નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું ત્યાં સુધી હશે જ્યાં સુધી હાલના સમયમાં જમ્મુ અને કાશ્મીરનું ક્ષેત્ર આવે છે (લદ્દાખના વિસ્તારને છોડીને). અહીંની કાનૂન અને વ્યવસ્થા કેન્દ્ર સરકારના હાથોમાં રહેશે. સાથે જ સંવિધાનના અનુચ્છેદ 360 અંતર્ગત ત્યાં કેન્દ્રને નાણાકીય કટોકટી લગાવવાનો પણ અધિકાર રહેશે. જમ્મુ અને કાશ્મીરના હાલના રાજ્યપાલની જગ્યાએ હવે ત્યાં જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉપ રાજ્યપાલની તહેનાત કરવામાં આવશે. આ ફેસલા અંતર્ગત સંવિધાનના પહેલા ભાગથી રાજ્ય સૂચીમાં સામેલ જમ્મુ અને કાશ્મીરને 15મા સ્થાને હટાવી દેવામાં આવ્યું છે. તેની જગ્યા હવે સંવિધાનના પહેલા ભાગમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના 8મા સ્થઆન પર જમ્મુ અને કાશઅમીર કેન્દ્ર શાસિત પ્રદેશની નવી એન્ટ્રી કરવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા
નવી જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કુલ 107 ધારાસભ્યો હશે. આ 107 ધારાસભ્યોમાંથી 24 સીટ પાકિસ્તાનના કબ્જાવાળા પીઓકેના ધારાસભ્યો માટે ખાલી રાખવામાં આવશે. હાલની વિધાનસભામાં 111 સભ્યોનું પ્રાવધાન છે, જેમાં 87 ચૂંટાય છે, 2 નામાંકિત હોય ચે અને 24 પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીર (PoK) માટે ખાલી છોડવામાં આવે છે. નવા જમ્મુ અને કાશ્મીરમાં ઉપરાજ્યપાલને 2 મહિલા સભ્યોને નામાંકિત કરવાનો અધિકાર હશે, જ્યારે તેમને લાગશે કે વિધાનસભામાં મહિલા પ્રતિનિધિત્વનો અભાવ છે. એટલું જ નહિ વિધઆનસભાથી જે કોઈપણ ધારાસભ્ય પાસ થશે, તેને પોતાની પાસે વિચાર માટે રાખવા અને રાષ્ટ્રપતિ પાસે વિચાર માટે મોકલવાનો પણ ઉપરાજ્યપાલ પાસે અધિકાર રહેશે.

વિધાનસભાના કાનૂન પર સંસદનું પ્રભુત્વ
હાલના જમ્મુ અને કાશ્મીરની જેમ જ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પાસે પણ રાજ્યસભાની 4 સીટ રહેશે. જ્યારે લોકસભાની 5 સીટ કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીર અને 1 સીટ કેન્દ્ર શાસિત લદ્દાખ પાસે રહેશે. જો સંસદ દ્વારા પાસ કોઈ કાનૂન અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા દ્વારા કાનૂનમાં કોઈ વિરોધાભાષ હશે તો સંસદનું કાનૂન જ પ્રબાવી થશે.

જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકનનો પણ પ્રસ્તાવ
કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનાના સીમાંકનનો પણ પ્રસ્તાવ રાખ્યો છે. અહીં માટે સરકારે સીટોની સંખ્યા 107થી વધારી 114 કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. 2011ની મતગણતરી સીમાંકનનો આધાર રહેશે. જો કે, જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે હાલની જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ જ કામ કરતી રહેશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
