અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદાને 6 મહિનાની જેલની સજા, જાણો શું છે સમગ્ર કેસ
Jaya Prada News: હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી અને ભૂતપૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નાઈની અદાલતે છ મહિનાની જેલ અને રૂ. 5,000નો દંડ ફટકાર્યો છે. જયા પ્રદા સામેનો આ કેસ ચેન્નાઈના રોયાપેટ્ટાહ સ્થિત તેમના જ એક થિયેટર સાથે સંબંધિત છે. આ થિયેટરના કર્મચારીઓ દ્વારા જયા પ્રદા વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી.
આ કેસમાં જયા પ્રદાની સાથે તેમના બિઝનેસ પાર્ટનર્સ રામ કુમાર અને રાજા બાબુને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. કેસ વિશે વિગતવાર જાણો અહીં.

જયા પ્રદા અને તેના બિઝનેસ પાર્ટનર્સ થોડા વર્ષો પહેલા ચેન્નાઈના રોયાપેટ્ટામાં મૂવી થિયેટર ધરાવતા હતા. પરંતુ નુકસાનને કારણે તેમણે ત્યારે જ સિનેમા હોલ બંધ કરી દીધો હતો. જેના કારણે કર્મચારીઓને પણ તકલીફ પડી અને તેઓએ જયા પ્રદા અને તેના બિઝનેસ પાર્ટનર્સ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી.
જો કે જયા પ્રદાએ કોર્ટમાં કેસને ફગાવી દેવાની અપીલ કરતા કહ્યું કે તે તેના કર્મચારીઓને સંપૂર્ણ રકમ ચૂકવશે. પરંતુ શ્રમ સરકારી વીમા નિગમના વકીલે જયાની અપીલ સામે વાંધો ઉઠાવ્યો હતો.
આ જ કેસમાં જયા પ્રદા અને તેના બે બિઝનેસ પાર્ટનરને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે અને તમામને 5000 રૂપિયાનો દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, હાલમાં જયા પ્રદાની ધરપકડ અંગે કોઈ અપડેટ નથી.
અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા જયા પ્રદા રામપુરથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે હિન્દી સિનેમામાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
