ડ્યુટી પર જઈ રહેલી મહિલા સિપાહી પર એસિડ એટેક, હાલત ગંભીર
ઉત્તરપ્રદેશના મથુરામાં મહિલા કોન્સ્ટેબલ પર એસિડ એટેકનો મામલો સામે આવ્યો છે. ગંભીર રૂપે ઘાયલ થયેલી મહિલાને ઉપચાર માટે આગ્રા રેફર કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના મથુરામાં મહિલા કોન્સ્ટેબલ પર એસિડ એટેકનો મામલો સામે આવ્યો છે. ગંભીર રૂપે ઘાયલ થયેલી મહિલાને ઉપચાર માટે આગ્રા રેફર કરવામાં આવી છે. પોલીસ અનુસાર સવારે 4.30 વાગ્યે મહિલા કોન્સ્ટેબલ ડ્યુટી પર જઈ રહી હતી, ત્યારે જ એક કાર પર સવાર ચાર લોકોએ તેના પર એસિડથી હુમલો કર્યો. હાલમાં પોલીસે આરોપીને પકડવા માટે ટીમ બનાવી દીધી છે. તેમને કહ્યું કે ખુબ જ જલ્દી આરોપીઓને પકડી લેવામાં આવશે.
આ પણ વાંચો: તંગીથી પરેશાન હતી એસિડ અટેક પીડિતા, અક્ષયે મોકલી મદદ

કારમાં આવેલા લોકોએ એસિડ ફેંક્યો
એસપી સીટી અશોક મીના ઘ્વારા મીડિયાને જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે મહિલા કોન્સ્ટેબલ સવારે 4.30 વાગ્યે પોતાની ડ્યુટી પર જઈ રહી હતી ત્યારે જ સદર ચોકી વિસ્તારના દામોદરપુરામાં એક કારમાં ચાર લોકો આવ્યા અને તેમને મહિલા કોન્સ્ટેબલ પર એસિડ હુમલો કર્યો. આપને જણાવી દઈએ કે મહિલા કોન્સ્ટેબલ ચોકી સદર વિસ્તારના દામોદરપુરામાં છેલ્લા 1 વર્ષથી ભાડે રહેતી હતી.

ઘરથી 200 મીટર દૂર હુમલો કર્યો
કારમાં સવાર હુમલાખોરોએ મહિલા કોન્સ્ટેબલના ઘરેથી 200 મીટર દૂર એસિડ એટેક કર્યો. એસિડ એટેકમાં મહિલા કોન્સ્ટેબલ 40 ટકા સુધી બળી ચુકી છે. આ ઘટનાને અંઝામ આપ્યા પછી આરોપી ત્યાંથી ભાગી છૂટ્યા. સૂચના મળતા જ પોલીસ જલ્દી જલ્દીમાં ત્યાં પહોંચી અને મહિલા કોન્સ્ટેબલને હોસ્પિટલમાં દાખલ કરાવી, જ્યાં ડોક્ટરોએ તેમને આગ્રા રેફર કરી છે.

એસપી સીટીએ જણાવ્યું
એસપી સીટી અશોક મીના ઘ્વારા મીડિયાને જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે બે આરોપીઓ સંજય સિંહ અને સોનુનું નામ સામે આવ્યું છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમાંથી એક વ્યક્તિ મહિલાનો મિત્ર છે. જણાવવામાં આવી રહ્યું છે કે સંજય સિંહ સાથે મહિલા કોન્સ્ટેબલનો કોઈ વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારપછી તેને આ ઘટનાને અંઝામ આપ્યો. હજુ સુધી આખો મામલો સ્પષ્ટ નથી થયો. આરોપીઓને પકડવા માટે ચાર ટીમો લગાવવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
