ગોરખપુર યુનિવર્સિટીમાં ABVP કાર્યકર્તાઓની ગુંડાગર્દી, વાઇસ ચાન્સેલરને માર માર્યો
દિવસે દિવસે બીજેપી દેશમાં આતંકનો પર્યાય બની રહી છે. આ વાતનો વધુ એક પુરાવો ગોરખપુરથી સામે આવ્યો છે. અહીં બીજેપીની યુવા વિંગ એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે મારામારી કરી છે.
અહેવાલો અનુસાર, ગોરખપુરની દીનદયાલ ઉપાધ્યાય યુનિવર્સિટીમાં ધરણા કરી રહ્યા હતા. આ દરમિયાન તે વાઇસ ચાન્સેલરને મળવા માટે પહોંચ્યા હતા. અહીં પોલીસ વાઇસ ચાન્સેલરને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે દરમિયાન એબીવીપીના કાર્યકરોએ હુમલો કરી દીધો અને વાઇસ ચાન્સેલરને પકડીને માર માર્યો.

એબીવીપીના આ કાર્યકરો ઘણા દિવસથી ધરણા કરી રહ્યા હતા. તે વાઇસ ચાન્સેલર સાથે બેઠકની માંગણી કરી રહ્યા હતા. આ દરમિયાન વાઈસ ચાન્સેલર મળવા ન આવતાં કાર્યકરો વાઇસ ચાન્સેલરની કેબિનમાં પહોંચ્યા હતા.
ઘટના સમયે પોલીસ વાઈસ ચાન્સેલરને સુરક્ષા સાથે બહાર લઈ જઈ રહી હતી ત્યારે કાર્યકરોએ હુમલો કરી દીધો. વાઇસ ચાન્સેલરને માર મારવા સાથે કાર્યકરોએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરી રહેલા પોલીસકર્મીઓ સાથે પણ મારામારી કરી છે.
અહેવાલો અનુસાર, એબીવીપીના કાર્યકર્તાઓએ વાઈસ ચાન્સેલરને ખરાબ રીતે માર માર્યો છે અને કેબિનમાં તોડફોડ કરીને દરવાજો ઉખેડી નાખ્યો છે. પોલીસે હાલ કેટલાક એબીવીપીના કાર્યકર્તાઓને કસ્ટડીમાં લીધા છે અને આ મામલે તપાસ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
