સર્વેઃ યુપીમાં અખિલેશ-માયાવતી આગળ ફેલ થયુ ‘મોદી મેજિક', મહાગઠબંધનને 51 સીટો
સર્વે મુજબ સપા-બસપાના ગઠબંધનના કારણે યુપીમાં મોદી મેજિક ફેલ થતુ જોવા મળી રહ્યુ છે.
2019ની લોકસભા ચૂંટણીમાં હવે ત્રણ મહિનાથી ઓછો સમય બચ્યો છે. એબીપી ન્યૂઝ અને સી વોટરે દેશની જનતાનો મૂડ જાણવા માટે સર્વે કર્યો છે. જો વાત સૌથી વધુ લોકસભા સીટોવાળા રાજ્ય યુપીની કરીએ તો અહીંના રાજકારણમાં રોજેરોજ નવો રંગ જોવા મળી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં યુપીની બે મુખ્ય પાર્ટી સપા અને બસપા વચ્ચે ગઠબંધને રાજ્યના રાજકારણના સમીકરણ બદલી દીધા છે. વળી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માસ્ટર સ્ટ્રોક લગાવીને પોતાની બહેન પ્રિયંકા ગાંધીને રાજકારણમાં ઉતારી દીધી છે. રાહુલે પ્રિયંકા ગાંધીને પૂર્વી યુપીની કમાન સોંપી છે.

યુપીમાં મોદી મેજિક ફેલ થતુ જોવા મળી રહ્યુ છે
સર્વે મુજબ સપા-બસપાના ગઠબંધનના કારણે યુપીમાં મોદી મેજિક ફેલ થતુ જોવા મળી રહ્યુ છે. એબીપી ન્યૂઝ - સી વોટરના સર્વે મુજબ 2014માં મોટી કમાલ કરનાર એનડીએને ભારે નુકશાન થતુ જોવા મળી રહ્યુ છે. 2014માં 73 સીટો જીતનાર એનડીએ ગઠબંધન 2019માં 25 સીટો (ભાજપ-24, અપના દળ-1) પર સમેટાતુ જોવા મળી રહ્યુ છે. સર્વે મુજબ અખિલેશ-માયાવતીનું ગઠબંધન 2019માં 51 સીટો જીતી રહ્યુ છે. આ સર્વેથી સ્પષ્ટ સંકેત છે કે એનડીએને 48 સીટોનું નુકશાન થઈ રહ્યુ છે. વળી, કોંગ્રેસના ખાતામાં 4 સીટો આવતી જોવા મળી રહી છે.

અવધમાં ભાજપને મોટો ઝટકો
સીટોની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશનું ત્રીજુ સૌથી મોટુ રીજન અવધ છે. આ ક્ષેત્રમાં કુલ 18 સીટો છે. જેમાં મુખ્ય સીટ - લખનઉ, રાયબરેલી, અમેઠી, ફૈઝાબાદ આવે છે. આ ચૂંટણીમાં મહાગઠબંધનને અવધથી 18માંથી 13 સીટો મળતી જોવા મળી રહી છે. ભાજપની એનડીએના ખાતામાં 3 સીટો અને કોંગ્રેસના ખાતામાં 2 સીટ આવતી જોવા મળી રહી છે. જો આ ક્ષેત્રના વોટશેરની વાત કરીએ તો અવધમાં વોટશેર જોઈએ તો મહાગઠબંધનને 40.8 ટકા, એનડીએને 40.6 ટકા અને યુપીએને 18 ટકા વોટશેર મળતો દેખાઈ રહ્યો છે.

મધ્ય યુપીમાં સપા-બસપાનું જબરદસ્ત પ્રદર્શન
મધ્ય ઉત્તર પ્રદેશની સીટોની વાત કરીએ તો આ સર્વે મુજબ યુપી-બુંદેલખંડ રીજનમાં કુલ લોકસભા સીટ 15 છે. અહીં મુખ્ય સીટ - ઈલાહાબાદ, કાનપુર, ઈટાવા, કન્નોજ, મૈનપુરી, ઝાંસી છે. આમાં એનડીએને 6 સીટ, યુપીએને 1 સીટ અને મહાગઠબંધનને 8 સીટ મળતી જોવા મળી રહી છે. સીટોની દ્રષ્ટિએ યુપીનું સૌથી મોટુ રીજન પશ્ચિમી ઉત્તર પ્રદેશ છે. પશ્ચિમ યુપીમાં કુલ 26 સીટો છે. અહીં મુખ્ય સીટ - આગ્રા, ગાઝિયાબાદ, અલીગઢ, બાગપત, મેરઠ, રામપુર, મુરાદાબાદ, બુલંદશહર, મુઝફ્ફરનગર છે.

પશ્ચિમ યુપીમાં મહાગઠબંધનની ધમાલ
સર્વે મુજબ 2019માં આ પશ્ચિમી યુપીમાં ભાજપની એનડીએને 10 સીટો અને મહાગઠબંધનને 15 સીટો અને કોંગ્રેસના ખાતામાં 1 સીટ જતી દેખાઈ રહી છે. આંકડા મુજબ આ રીજનમાં મહાગઠબંધનનું વર્ચસ્વ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. આ રીતે યુપીની બધી 80 લોકસભા સીટોને જોઈએ તો મહાગઠબંધનને 51 સીટો અને એનડીએને 25 સીટો અને યુપીએને માત્ર 4 સીટો મળતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ સર્વે એબીપી ન્યૂઝ અને સી-વોટરે દેશની બધી 543 લોકસભા સીટો પર કર્યો છે. આ સર્વે 22309 લોકો સાથે કરવામાં આવેલી વાતચીતના આધાર પર કરવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
