આજે લોકસભા ચૂંટણી થાય તો વાયનાડ સીટ પર રાહુલ ગાંધીને મળશે ઝટકો? સર્વેમાં આવ્યા ચોંકાવનારા પરિણામો
ABP C Voter Opinion Poll 2024: લોકસભા ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. સત્તાધારી ભાજપે દાવો કર્યો છે કે તે આ ચૂંટણીમાં 400 બેઠકો જીતશે. બીજી તરફ તેને હરાવવા માટે ઈન્ડિયા ગઠબંધનનું કહેવું છે કે તે આ ચૂંટણીમાં ભાજપનો ઘમંડ તોડશે પરંતુ થશે તો એ જ, જે જનતાની ઈચ્છા હશે.
ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અમેઠીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે છેલ્લી ચૂંટણી બે બેઠકો પર લડી હતી અને બીજી બેઠક કેરળની વાયનાડ હતી. આ વખતે પણ રાહુલ ગાંધી આ બે બેઠકો પર ફરીથી લોકસભાની ચૂંટણી લડશે તેવી આશા છે.

પરંતુ શું આ વખતે પણ અગાઉની ચૂંટણીઓ જેવી સ્થિતિ થશે કે આ વખતે રાહુલ ગાંધી બંને જગ્યાએ જીતશે? આ જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે એબીપી માટે સી વોટર દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં તેણે જનતાને સીધો સવાલ કર્યો છે કે 'જો આજે લોકસભાની ચૂંટણી થાય અને રાહુલ ગાંધી વાયનાડ અને અમેઠી બંને બેઠકોથી લોકસભાની ચૂંટણી લડે તો શું જનતા તેમને બંને બેઠકો પર જીતાડશે?'
આ સર્વેમાં જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જે પરિણામો આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા હતા. સર્વે અનુસાર, જો રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી ફરીથી ચૂંટણી લડશે તો તેઓ ત્યાં જીતશે અને અહીં જંગી માર્જિનથી જીતનો ઝંડો લહેરાશે.
આ વખતે પણ મામલો અમેઠીમાં અટવાઈ શકે છે કારણ કે સર્વેમાં ફરી એક વખત બીજેપીની સ્મૃતિ ઈરાની અમેઠીમાં તેમનો દબદબો જોવા મળી રહી છે.
નોંધનીય છે કે 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ વાયનાડ સીટ પર જંગી જીત સાથે સીપીઆઈ નેતા પીપી સુનિરને 4,31,770 વોટથી હરાવ્યા હતા, જ્યારે અમેઠીમાં તેમને બીજેપીની સ્મૃતિ ઈરાનીથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના નેતાએ તેમને અહીં 55,120 મતોથી હરાવીને સફળતાનો નવો ઈતિહાસ રચ્યો હતો.
તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2023માં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ સી-વોટરે આ સર્વે કર્યો હતો. આ સર્વે 543 લોકસભા સીટો પર કરવામાં આવ્યો છે. તમે પણ આ સર્વે રિપોર્ટ પર તમારો અભિપ્રાય આપી શકો છો.












Click it and Unblock the Notifications
