ઘરે આવ્યા આપણા અભિનંદન, સ્વાગતમાં લોકો થયા ગાંડા
ઘરે આવ્યા આપણા અભિનંદન, સ્વાગતમાં લોકો થયા ગાંડા
અમૃતસરઃ પાકિસ્તાન આર્મીએ બંદી બનાવેલ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન થોડી વારમાં જ ભારત પરત ફરશે. પાકિસ્તાન સેના તેમને અટારી બોર્ડર લઈ આવી છે. અમેરિકા સહિત કેટલાય દેશોના દબાણ અને ભારતના આક્રમક વલણ બાદ પાકિસ્તાન અભિનંદનને પરત મોકલી રહ્યા છે. વિંગ કમાન્ડર અભિનંદનનું હાલ મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. જે બાદ તેમનો મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. એક વખત રિપોર્ટ તૈયાર થયા બાદ જ તેમને ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવશે.

એરફોર્સના એમ્બુલન્સ અને ફીલ્ડ હોસ્પિટલના એમ્બ્યુલન્સ અટારી બોર્ડર પર હાલ હાજર છે. જેવા કમાન્ડર અભિનંદન અહીં પહોંચશે કે એરફોર્સના અધિકારીઓ તેમને સાથે લઈ લેશે. જે બાદ તેમને અમૃતસર લઈ જવામાં આવશે. અટારી બોર્ડર પર આ સમયે હજબનો જોશ જોવા મળી રહ્યો છે. જો કે આજે બીટિંગ રિટ્રીટ પરેડ કેન્સલ છે, પરંતુ છતાં અટારી બોર્ડરથી થોડે દૂર માનવ મહેરામણ એકઠું થયું છે. અટરી બોર્ડર પર બીએસએફ અને એરફોર્સના અધીકારીઓ મોટી સંખ્યામાં હાજર છે.
હાલ અટારી બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અભિનંદનનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને અટારી ખાતે હાલ મેળા જેવો માહોલ સર્જાયો છે. જણાવી દઈએ કે પાકિસ્તાની એરક્રાફ્ટનો પીછો કરતી વખતે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાનની બોર્ડરમાં ઘૂસી ગયા હતા અને પાકિસ્તાનની ધરતી પર જ તેમનું એરક્રાફ્ટ મિગ બિસ્કોન ક્રેશ થઈ જતાં ના છૂટકે તેમણે પાકિસ્તાનની ધરતી પર પેરાશૂટથી ઈજેક્ટ થવું પડ્યું હતું જે બાદ પાકિસ્તાની આર્મીએ તેમની ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચો- અભિનંદનની મુક્તિ પહેલા પાકિસ્તાને ઠુકરાવી ભારતની આ મોટી માંગ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
