સ્પેશિયલ મિશન પર હતો 'બોમ્બ ગુરુ' ટુંડા
નવી દિલ્હી, 18 ઑગસ્ટઃ આતંકની દુનિયામાં બોમ્બ ગુરુના નામથી પ્રસિદ્ધ, લશ્કર એ તૈયબાના ટોચના કમાન્ડર, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ખાસ સાગરિત અને વિસ્ફોટની અંદાજે 40 જેટલી ઘટનાઓને અંજામ આપનારા અબ્દુલ કરીમ ટુંડાને દિલ્હી પોલીસે ભારત-નેપાળ બોર્ડરથી ધરપકડ કરી છે. ટુંડાની ધરપકડ ઘણી મહત્વની માનવામાં આવી છે, કારણ કે તેની પૂછપરછ કરતા મોસ્ટવોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ અંગેની જાણકારી મળી શકે તેમ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના આયુક્ત એસએન શ્રીવાસ્તવે જણાવ્યું કે, ટુંડાને ભારત-નેપાળ સીમાએથી શુક્રવારે ધરપકડ કરી છે અને તેને શનિવારે દિલ્હીની એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા બાદ ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસે પોતાની કોન્ફરન્સમાં જણાવ્યું કે, ટુંડા પાસેથી પાકિસ્તાને જારી કરેલો એક પાસપોર્ટ મળ્યો છે. પોલીસે જણાવ્યું કે આ પાસપોર્ટ 23 જાન્યુઆરી 2013ના રોજ અબ્દુલ કદૂસના નામથી જારી કરવામાં આવ્યો છે. ધરપકડ બાદ દિલ્હી પોલીસે જે મોટો ખુલાસો કર્યો છે, તે એ છે કે ટુંડા દિલ્હી કોમનવેલ્થ ખેલો પહેલો ધડાકા કરવાની તૈયારીમાં હતો. ટુંડાની હિસ્ટ્રીશીટ ખોલતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના આયુક્ત એસએન શ્રીવાસ્તવે જણાવ્યું કે 1998એ દિલ્હી ધડાકાઓમાં ટુંડાનો હાથ હતો.

સૂત્રો અનુસાર, તે પિલખુવામાં હેન્ડલુમમાં કામ કરતો હતો. રંગ લગાવ્યા બાદ અમોનિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ ક્લોરેટથી કપડાંમા ચમક પૈદા કરવાનો કેમિકલ તૈયાર કરવામાં તેને માસ્ટર માનવામાં આવતો હતો. પાકિસ્તાનની આઇએસઆઇની નજર તેના પર પડી. ત્યારબાદ તે એમોનિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ ક્લોરેટને મેળવીને બોમ્બ તૈયાર કરવા લાગ્યો. આવી જ રીતે એક દિવસ બોમ્બ તૈયાર કરતી વખતે વિસ્ફોટ થતા તેનો ડાબો હાથ બેકાર થઇ ગયો. ત્યારબાદ તેનો નામ અબ્દુલ કરીમ ટુંડા થઇ ગયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
