AAP 13 માર્ચથી શરુ કરશે ડોર ટુ ડોર કેમ્પેઈન, પાર્ટી કાર્યકર્તા જણાવશે આપ નેતાઓની ધરપકડનુ સત્ય

ગોપાલ રાયે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીને બેનકાબ કરવા માટે આમ આદમી પાર્ટીએ ડોર ટુ ડોર પ્રચારની તૈયારીઓ તેજ કરી દીધી છે.

aap

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ 13 માર્ચથી દિલ્લીના તમામ વોર્ડમાં ભાજપ વિરુદ્ધ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે. જે અંગે ગોપાલ રાયે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીને બેનકાબ કરવા માટે આમ આદમી પાર્ટીએ ડોર ટુ ડોર પ્રચારની તૈયારીઓ તેજ કરી દીધી છે. દિલ્લીના 250 વોર્ડના પ્રતિનિધિઓને પાર્ટી હેડક્વાર્ટર ખાતે સંગઠનના પદાધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. AAP ભાજપની મોદી સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચાડશે.

આમ આદમી પાર્ટીના દિલ્લી સ્ટેટ કન્વીનર અને મંત્રી ગોપાલ રાયે કહ્યુ કે દિલ્લીમાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ સામે આમ આદમી પાર્ટી દ્વારા મેગા ડોર-ટુ-ડોર અભિયાન ચલાવવામાં આવશે. દરેક વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર માટે ટીમો બનાવવામાં આવશે. આ તમામ ટીમો 13 માર્ચથી દિલ્લીના તમામ વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશે. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડનુ સત્ય જનતાની સામે મૂકશે.

ડોર ટુ ડોર પ્રચારની સાથે મહોલ્લા મીટીંગનુ આયોજન કરવામાં આવશે, જેમાં મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની સમગ્ર ધરપકડનુ સત્ય લોકો સમક્ષ મુકવામાં આવશે. આ ઉપરાંત ડોર ટુ ડોર કેમ્પેઈનમાં લોકો પાસે વડાપ્રધાનના નામ એક પત્રમાં સહી કરાવવામાં આવશે જેથી લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી શકે.

ગોપાલ રાયે કહ્યુ કે તાનાશાહી વલણ અપનાવતા વડાપ્રધાને દેશના શ્રેષ્ઠ મંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરીને જેલમાં પૂર્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તમામ ધારાસભ્યો અને કાઉન્સિલરો સાથે બેઠક કરીને આ પાછળની સાચી હકીકત લોકો સુધી પહોંચાડી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ભાજપના દરેક ષડયંત્રનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ડોર ટુ ડોર અભિયાન દ્વારા મોદી સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો સંદેશ દિલ્લી અને સમગ્ર દેશમાં દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X