દિલ્લીમાં કચરાના પહાડને ઘટાડવા AAPએ રજૂ કર્યો એક્શન પ્લાન, LG પાસે માંગ્યો સમય
આમ આદમી પાર્ટીએ દિલ્લીને સ્વચ્છ રાખવાની રીતો પર ચર્ચા માટે ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખ્યો છે.
નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીએ દિલ્લીને સ્વચ્છ રાખવાની રીતો પર ચર્ચા માટે ઉપ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખ્યો છે. પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરીને વરિષ્ઠ આમ આદમી પાર્ટી નેતા અને એમસીડી પ્રભારી દુર્ગેશ પાઠકે કહ્યુ કે દિલ્લીમાં સાફ-સફાઆ અને કચરાના પહાડની એક ગંભીર સમસ્યા છે. આ મુદ્દાઓ પર ચર્ચા કરવી ખૂબ જરુરી છે. એમસીડીની મુખ્ય જવાબદારી દિલ્લીની સ્વચ્છતાને લઈને અમારી પાસે ઘણા સૂચનો છે જે પ્રભાવી સાબિત થઈ શકે છે. આશા છે કે એલજી સક્સેના થોડો સમય કાઢીને ચર્ચા માટે જરુર બોલાવશે.

એલજીએ રવિવારે ગાઝીપુર લેન્ડફિલ સાઇટની મુલાકાત લીધી હતી અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આગામી ત્રણ દિવસમાં ગાઝીપુર, ભાલ્સવા અને ઓખલા સ્થિત ત્રણેય કચરાના પર્વતોને સંપૂર્ણ રીતે હટાવવા માટે એક એક્શન પ્લાન સબમિટ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. LGની સાથે દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર, MCDના વિશેષ અધિકારી અશ્વની કુમાર અને કમિશનર જ્ઞાનેશ ભારતી હતા.
તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારના જ સર્વેમાં દિલ્હીને દેશનુ સૌથી ગંદુ રાજ્ય ગણાવ્યુ છે. આ અમારી ચર્ચાનો પ્રથમ મુદ્દો છે. પાર્ટીની ટીમ છેલ્લા ત્રણ વર્ષથી MCD પર કામ કરી રહી છે અને અમારી પાસે ઘણા સૂચનો છે જેની અમે એલજી સાથે ચર્ચા કરવા માંગીએ છીએ. દેશ-વિદેશમાં કચરો નાબૂદ કરવા માટે ઘણી પદ્ધતિઓ ઘડી કાઢવામાં આવી હતી જે સફળ પણ રહી હતી. અમે આમાંની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કર્યો છે. અમારો બીજો મુદ્દો એ છે કે દરેક ઘરમાંથી નિયમિતપણે સમયસર કચરો ઉપાડવો જોઈએ અને દિલ્હીમાં ગંદકીની કોઈ સમસ્યા ના હોય. કચરો ઉપાડ્યા પછી MCD તેને દિલ્હીની ત્રણ પહાડીઓ પર ફેંકી દે છે જે એક મોટી સમસ્યા છે. આ મુદ્દાઓ પર ચર્ચા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એમસીડી પ્રભારી દુર્ગેશ પાઠકે જણાવ્યુ હતુ કે દરેક ઘરમાંથી દરરોજ સમયસર કચરો ઉપાડવો જોઈએ અને તે જ સમયે તે કચરાને યોગ્ય રીતે પ્રક્રિયા કરવી જોઈએ જેથી દિલ્હીમાં કચરાના ડુંગર ન રહે. આ અંગે ઘણા સૂચનો છે. લેફ્ટનન્ટ ગવર્નર સાથે આ તમામ મુદ્દાઓ અને સૂચનોની વિગતવાર ચર્ચા કરવા ઈચ્છુ છુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
