Delhi MLAs Salary Hike: દિલ્લીના ધારાસભ્યોના પગારમાં થયો વધારો, હવે દર મહિને મળશે આટલા રુપિયા
દિલ્લીના ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

નવી દિલ્લીઃ દિલ્લીના ધારાસભ્યોના પગાર અને ભથ્થાં વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. દિલ્લી સરકારે ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં વધારો કરવાની દરખાસ્ત પસાર કર્યાના સાત મહિના પછી કાયદા, ન્યાય અને વિધાનસભા બાબતોના વિભાગે વધેલા પગારની સૂચના આપી છે. પગારમાં લગભગ 65 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ધારાસભ્યોને હવે દર મહિને કુલ 90,000 રૂપિયાનો પગાર મળશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગયા વર્ષે જુલાઈમાં ધારાસભ્યો, મંત્રીઓ, સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, વિપક્ષના નેતા અને મુખ્ય દંડકના પગારમાં સુધારો કરવા માટે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા પાંચ અલગ-અલગ બિલને આ વર્ષે 14 ફેબ્રુઆરીએ મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિની સંમતિના દિવસથી નવો પગાર લાગુ થઈ ગયો છે.
ધારાસભ્યોને પહેલા 54,000 રૂપિયા પગાર મળતો હતો જે હવે વધીને 90,000 રૂપિયા થઈ ગયો છે. દિલ્લીના ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં છેલ્લે નવેમ્બર 2011માં શીલા દીક્ષિત સરકાર હેઠળ સુધારો કરવામાં આવ્યો હતો. 2015માં જંગી જનાદેશ સાથે ચૂંટાયા પછી, આપ ધારાસભ્યોએ તેમના પગારમાં નોંધપાત્ર વધારો કરવાની માંગ કરી હતી, એવી દલીલ કરી હતી કે તેમના પરિવારો અને ઓફિસની જાળવણી માટે હાલની ભથ્થાઓ પર્યાપ્ત નથી. .
સાંસદોનો મૂળ પગાર મહિને ₹12,000થી વધારીને ₹30,000 અને પ્રધાનોનો પગાર ₹20,000થી વધારીને ₹60,000 પ્રતિ માસ કરવામાં આવ્યો છે. દિલ્લી સરકારના કાયદા, ન્યાય અને કાયદાકીય બાબતોના વિભાગે ગુરુવારે પગાર અને ભથ્થાંમાં વધારા માટે એક સૂચના જાહેર કરી હતી. 2011 પછી આ પ્રકારનો આ પહેલો સુધારો છે. તાજેતરનો પગારવધારો 14 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો જ્યારે રાષ્ટ્રપતિએ આ પગલાંને તેમની સંમતિ આપી.
સત્તાધારી આમ આદમી પાર્ટી(AAP)ના ચીફ વ્હીપ દિલીપ કુમાર પાંડેએ કહ્યુ કે વધારો કરવા છતાં, દિલ્લીમાં દેશમાં સૌથી ઓછા પગાર ધરાવતા ધારાસભ્યો છે. પાંડેએ જણાવ્યુ હતુ કે, "અમે પગાર અને ભથ્થાંમાં સુધારાની મંજૂરીને આવકારીએ છીએ, પરંતુ દિલ્લી એ દેશમાં રહેવાની સૌથી વધુ કિંમત ધરાવતા શહેરોમાં હોવા છતાં, અમે હજુ પણ સૌથી ઓછા પગારવાળા છીએ."
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
