ગઠબંધન કરવાથી ચૂકેલી આપે કોંગ્રેસ માટે બનાવ્યો પ્લાન ‘સ્પેશિયલ 24', જાણો શું છે એ
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગઠબંધનની વાત ન થઈ શકી. એવામાં આમ આદમી પાર્ટી નવી રણનીતિ અપનાવી રહી છે.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગઠબંધનની વાત ન થઈ શકી. એવામાં આમ આદમી પાર્ટી નવી રણનીતિ અપનાવી રહી છે. આપે કોંગ્રેસનો પર્દાફાશ કરવાના નામે 24 ટીમો બનાવી છે જે ઘરે ઘરે જઈને કોંગ્રેસના વિરોધમાં પ્રચાર કરશે. આ ટીમો જનતાને સમજાવવાની કોશિશ કરશે કે જો તે કોંગ્રેસને મત આપશે તો કેવી રીતે તેમનો મત સંપૂર્ણપણે વ્યર્થ થઈ જશે.

કોંગ્રેસ વિરોધી પેમ્ફલેટ જાહેર કરશે આપ
બુધવારે આમ આદમી પાર્ટીના દિલ્લીના સંયોજક ગોપાલ રાયે આ 24 ટીમોને બોલાવીને બેઠક કરી અને આ કામ વિશે તેમને રસ્તો બતાવ્યો. ઈન્ડિયા ટુડે ટીવીના હવાલાથી સમાચાર છે કે ગોપાલ રાયે કહ્યુ કે પાર્ટી 24 અલગ અલગ પેમ્ફ્લેટ દ્વારા રાજકીય પાર્ટીઓ પર નિશાન સાધશે.

દિલ્લીમાં એક પણ સીટ જીતે કોંગ્રેસ
આ 24 ટીમોમાં મહિલાઓ, સીનિયર સિટીઝન, યુવા, લીગલ, ડૉક્ટર, માઈનોરિટી, ઑટો, ઈ-રિક્ષા, સાઉથ ઈન્ડિયન અને ઓબીસી વિંગ, સ્ટ્રીટ વેંડર અને પૂર્વાંચલની યુનિટ પણ છે. ગોપાલ રાયે કહ્યુ કે કોંગ્રેસ દિલ્લીમાં એક પણ સીટ નહિ જીતે. આ મામલે એ જરૂરી છે કે દિલ્લીના લોકોને બતાવવનું જરૂરી છે કે જો તેમણે કોંગ્રેસને મત આપ્યો તો તેમનો મત વ્યર્થ જશે. કોંગ્રેસ સાથે ગઠબંધન ન થતા ભાજપના ફાયદા વિશે પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યુ કે ભાજપ નબળી અને ડરેલી છે. આ જ કારણ છે કે ભાજપ સમય પર ઉમેદવારોની ઘોષણા નથી કરી રહી. અમે ભાજપને હરાવી દઈશુ.

દિલ્લીની જનતા કરશે આપ પર હુમલો
આ તરફ કોંગ્રેસ પણ આપ અને ભાજપ પર હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છે. દિલ્લી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ઉત્તર પશ્ચિમી દિલ્લીના ઉમેદવાર રાજેશ લિલોથિયાએ કહ્યુ કે, ‘આમ આદમી પાર્ટી દિલ્લીના લોકોને ખોટા વચનો આપી રહી છે. હવે કોંગ્રેસ નહિ પરંતુ દિલ્લીની જનતા આમ આદમી પાર્ટી પર હુમલા કરશે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
