મનીષ સિસોદિયાને જેલમાં ખતરો હોવાનો AAP નો દાવો, જાણો શું કહ્યું જેલ પ્રસાશને?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો છે કે મનીષ સિસોદિયા અન્ય ખતરનાક ગુનેગારો સાથે તિહાર જેલમાં બંધ છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે સિસોદિયાને વિપશ્યના સેલમાં રાખવાનો ઇનકાર કરવામાં આવ્યો.

નવી દિલ્હી : દિલ્હી આબકારી કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ બાદ તેને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે. હવે આમ આદમી પાર્ટીએ અહીં જેલમાં મનીષ સિસોદિયાને ખતરો હોવાનો દાવો કરી રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો છે કે મનીષ સિસોદિયા અન્ય ખતરનાક ગુનેગારો સાથે તિહાર જેલમાં બંધ છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે સિસોદિયાને વિપશ્યના સેલમાં રાખવાનો ઇનકાર કરવામાં આવ્યો.
સૌરભ ભારદ્વાજે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હોળી પર મીડિયા સાથે વાત કરવાનું કારણ કેન્દ્રના ષડયંત્રનો પર્દાફાશ કરવાનું છે. તેના કારણે મનીષ સિસોદિયા જેલના સળિયા પાછળ છે. તેમણે આરોપ લગાવ્યો કે, કથિત દારૂ કૌભાંડ કેસમાં સિસોદિયાની ધરપકડ મોટા ષડયંત્રનો ભાગ છે. તેમને તિહારની જેલ નંબર 1 માં રાખવામાં આવ્યા છે. અહીં પ્રથમ ટ્રાયલવાળા લોકોને રાખવામાં આવતા નથી. જેલ નંબર 1 માં કેટલાક સૌથી ખતરનાક ગુનેગારો અને હત્યારાઓ માટે સેલ છે.
અહીં તેમણે આગળ કહ્યું કે, અમે ભાજપના રાજકીય હરીફ છીએ, પરંતુ શું રાજકારણમાં આ પ્રકારની દુશ્મની થાય છે, અમે ભાજપ પાસેથી જાણવા માંગીએ છીએ, તમે અમને દિલ્હી અને MCDમાં હરાવી શક્યા નથી, શું PM આ હારનો બદલો આ રીતે લેશે?
અહીં સૌરભ ભારદ્વાજે સવાલ કર્યો કે, કોર્ટના આદેશ મુજબ સિસોદિયાને વિપશ્યના સેલમાં રાખવાના હતા પરંતુ તેમને આવા ખતરનાક ગુનેગારો સાથે કેમ રાખવામાં આવ્યા? તેમણે દાવો કર્યો કે આજે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન આપણી વચ્ચે નથી પરંતુ ચિંતા પણ છે કે શું કેન્દ્ર સરકાર રાજકીય હત્યાઓ કરશે.
સિસોદિયાને ખતરનાક કેદીઓ સાથે રાખવાના આરોપ અંગે જેલ પ્રસાશનનો ખુલાસો પણ સામે આવ્યો છે. એક નિવેદનમાં પ્રસાશને જણાવ્યું છે કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનીષ સિસોદિયાને સામાન્ય કેદીઓથી અલગ વોર્ડ સોંપવામાં આવ્યા છે. સીજે-1 વોર્ડ જ્યાં સિસોદિયાને રાખવામાં આવ્યા છે તેમાં ઓછામાં ઓછો એક કેદી છે, જે ગેંગસ્ટર નથી અને જેલની અંદર તેનું વર્તન સારું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
