દિલ્હીમાં 'આપ' નો સર્વે, 7 માંથી 4 સીટો પર જીતનો દાવો

2019 લોકસભા ઈલેક્શનમાં જોડાયેલી આમ આદમી પાર્ટી ઘ્વારા દિલ્હીમાં એક સર્વે કરવામાં આવ્યો છે.

2019 લોકસભા ઈલેક્શનમાં જોડાયેલી આમ આદમી પાર્ટી ઘ્વારા દિલ્હીમાં એક સર્વે કરવામાં આવ્યો છે. આ ઇન્ટરનલ સર્વેમાં તેઓ દિલ્હીની સાત લોકસભા સીટમાંથી ચાર સીટો પર જીત મેળવી રહી છે. જયારે બાકીની ત્રણ સીટો પર ભારે ટક્કર થશે એવું જણાવી રહી છે. સર્વેમાં આમ આદમી પાર્ટી ઘ્વારા તેમની મુખ્ય ટક્કર બીજેપી સાથે ગણાવી છે અને કહ્યું છે કે તેમને ત્રણ સીટો મળશે. એટલું જ નહીં પરંતુ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ત્રણ સીટો પર તેમની બીજેપી સાથે જોરદાર ટક્કર થશે.

વાંચો: કેજરીવાલ ખેડૂતોની આવક ડબલ કરવાનો આઈડિયા લઈને આવ્યા

લોકસભા ઇલેક્શનમાં 46 ટકા વોટ મળવાની આશા

લોકસભા ઇલેક્શનમાં 46 ટકા વોટ મળવાની આશા

આપ ઘ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાના સર્વે અનુસાર તેમને લોકસભા ઇલેક્શનમાં 46 ટકા વોટ મળવાની આશા છે. જયારે દિલ્હીમાં બીજા નંબરની પાર્ટી બીજેપીને 36 ટકા વોટ મળી શકે છે. આ સર્વેમાં કોંગ્રેસની હાલત ખુબ જ ખરાબ બતાવવામાં આવી રહી છે. કોંગ્રેસને આવનારા ઇલેક્શનમાં 9 ટકા વોટ મળી શકે છે.

આમ આદમી પાર્ટી લોકો માટે લડે છે

આમ આદમી પાર્ટી લોકો માટે લડે છે

આ સર્વે અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટવિટ કર્યું છે. તેમને કહ્યું કે દિલ્હીમાં 2019 લોકસભા ઈલેક્શન આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે થશે. તેમેને ટવિટમાં કહ્યું કે લોકોનું માનવું છે કે આમ આદમી પાર્ટી લોકો માટે લડે છે. કોંગ્રેસ અને બીજેપી સાંસદ લોકો માટે નથી વિચારતા. જો લોકસભામાં સાતે સાંસદ આમ આદમી પાર્ટીના હોય તો દિલ્હીમાં સીલિંગ નહીં થાય. દિલ્હીમાં ભાજપા સાતે સીટો હારશે. સર્વે અનુસાર લોકસભા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીને યુથ અને મહિલાઓનો સાથ મળશે, પરંતુ વેપારી વર્ગ હજુ પણ ભાજપ સાથે છે.

નીચલા વર્ગમાં આમ આદમી પાર્ટીની પકડ મજબૂત

નીચલા વર્ગમાં આમ આદમી પાર્ટીની પકડ મજબૂત

સર્વે અનુસાર આમ આદમી પાર્ટી હજુ પણ ઉપલા વર્ગમાં પોતાની પકડ નથી બનાવી શકી. ઉપલા વર્ગમાં જ્યાં બીજેપીને 52 ટકા વોટ મળી રહ્યા છે. ત્યાં આમ આદમી પાર્ટીને 30 ટકા વોટ મળી રહ્યા છે કોંગ્રેસને 6 ટકા અને અન્યને 12 ટકા વોટ મળી રહ્યા છે. નીચલો વર્ગ આમ આદમી પાર્ટી માટે મોટી વોટ બેંક માનવામાં આવી રહી છે. સર્વેમાં નીચલા વર્ગ ઘ્વારા આમ આદમી પાર્ટીને 56 ટકા, બીજેપીને 25 ટકા, કોંગ્રેસને 9 ટકા અને અન્યને 10 ટકા વોટ મળી શકે છે. મધ્યમ વર્ગમાં પણ આમ આદમી પાર્ટી બીજેપી કરતા વધારે મજબૂત છે. ભાજપને જ્યાં 38 ટકા વોટ મળી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટીને 45 ટકા વોટ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X