જલંધર લોકસભા પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી એક્શનમાં, ઉમેદવારોનો ટેલિફોનિક સર્વે શરૂ કર્યો
પંજાબ ફતેહ કર્યા બાદ આમ આદમી પાર્ટી હવે જલંધર લોકસભા બેઠક ફતેહ કરવા માટે એક્શનમાં આવી છે. રાજકીય નિષ્ણાતો અનુસાર,સંગરુર બાદ જલંધર લોકસભા પેટાચૂંટણી AAP માટે બીજી કસોટી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જલંધરમાં કોંગ્રેસના ગઢને તોડી શકી નથી. કોંગ્રેસે જલંધર લોકસભા મતવિસ્તારમાં આવતી નવ વિધાનસભા બેઠકોમાંથી 5 પોતાના નામે કરી હતી.

જણાવી દઈએ કે, સંતોખ સિંહ ચૌધરીના અવસાન બાદ જલંધર બેઠક ખાલી પડી છે. જેના પર હવે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી માટે આ કઠિન કસોટી માનવામાં આવી રહી છે. પાર્ટી ઉમેદવાર નક્કી કરતા પહેલા તાકાત પરખવામાં ટેલીકોલિંગ દ્વારા લોકોને સંભવિત ઉમેદવારો વિશે પૂછી રીહી છે. આ સર્વે છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહ્યો છે અને આગામી 48 કલાક સુધી ચાલશે. સર્વેમાં બસપા નેતા બલવિંદર કુમાર, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુશીલ કુમાર રિંકુ ઉપરાંત ધારાસભ્ય શીતલ અંગુરાલના ભાઈ રાજન વિશે માહિતી માંગવામાં આવી રહી છે.
હવે આમ આદમી પાર્ટીએ જલંધર સીટ જીતવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. આ જ કારણ છે કે સીએમ માન એક અઠવાડિયામાં ત્રણ વખત જલંધર ગયા છે. હિંદુ મતો માટે તેઓ ઉત્તર ભારતના પ્રસિદ્ધ યાત્રાધામ દેવી તાલાબ મંદિરમાં ગયા હતા તો રવિદાસિયા મત માટે અરવિંદ કેજરીવાલ ડેરા બલ્લાંના દર્શને પહોંચ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
