Aadhaar દુનિયાનું સૌથી ભરોસાપાત્ર ડિજિટલ આઇડી, સરકારે કર્યો પલટવાર
Moody's report : રેટિંગ એજન્સી મુડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે આધાર કાર્ડને લઇને એક રિપોર્ટ જાહેર કરી છે. જેમાં તેની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા સોમવારના રોજ આ રિપોર્ટ અંગે જવાબ આપ્યો છે. આ સાથે Aadhaar ને દુનિયાનું સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર ડિજિટલ આઇટી ગણાવ્યું છે.
એક નિવેદન જાહેર કરીને, મંત્રાલયે જણાવ્યું હતું કે, રેટિંગ એજન્સી મૂડીઝે વિશ્વના સૌથી વિશ્વસનીય ડિજિટલ આઈડી, આધાર વિરુદ્ધ કોઈ પુરાવા વિના મોટા દાવા કર્યા છે.

છેલ્લા દાયકામાં એક અબજથી વધુ ભારતીયોએ Aadhaar પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સિવાય ભારતીયોએ 100 અબજથી વધુ વખત આધારની મદદથી પોતાનું વેરિફિકેશન કર્યું હતું.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, રિપોર્ટમાં કોઈ ડેટા કે સંશોધનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વધુમાં રેટિંગ એજન્સીએ ઉઠાવેલા મુદ્દાઓ અંગેની હકીકતો જાણવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી. એજન્સી દ્વારા આપવામાં આવેલા કુલ Aadhaar નંબરની સંખ્યા પણ ખોટી છે.
જ્યારે મૂડીઝે તેના અહેવાલમાં ભારતના ગરમ અને ભેજવાળા વાતાવરણ માટે આધાર બાયોમેટ્રિક્સ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આના પર સરકારે જણાવ્યું હતું કે, Aadhaar ની ચકાસણી ફેસ ઓથેન્ટિકેશન અને આઈરિસ ઓથેન્ટિકેશન જેવા કોન્ટેક્ટલેસ માધ્યમથી પણ થાય છે. આ સિવાય ઘણા મામલાઓમાં OTP દ્વારા પણ આધાર વેરિફિકેશન થઈ રહ્યું છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીયકૃત Aadhaar સિસ્ટમમાં સુરક્ષા અને પ્રાઇવસીની નબળાઈઓ છે. તેના પર સરકારે જણાવ્યું કે, આ પ્રશ્નનો જવાબ સંસદમાં પણ ઘણી વખત આપવામાં આવ્યો છે. Aadhaar દ્વારા આજ સુધી કોઈ ડેટાબેઝ ભંગની જાણ કરવામાં આવી નથી.
સૌથી મહત્વની વાત એ છે કે, IMF અને વર્લ્ડ બેંક જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભારતની આધાર કાર્ડ સિસ્ટમની પ્રશંસા કરી છે.
ઘણા દેશો હજુ પણ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, ભારતે આટલી હાઇ-ટેક ડિજિટલ આઇડેન્ટિટી સિસ્ટમ કેવી રીતે વિકસિત કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
