પત્નીને પિયરથી પરત લાવવા યુવક બન્યો ધર્મેન્દ્ર, ચઢ્યો 100 ફૂટના ટાવર પર

તમને શોલેમાં ધર્મેન્દ્રનું દ્રશ્ય તો યાદ જ હશે, જેમાં ધર્મેન્દ્ર મૌસીજી પાસે બસંતીનો હાથ માંગવા માટે પાણીની ટાંકી પર ચઢે છે અને ત્યાંથી નીચે કૂદી જવાની ધમકી આપે છે. આવું જ એક દ્રશ્ય મહારાષ્ટ્રના જાલનામાં જોવા મળ્યું હતું

જાલના, 22 જુલાઇ : તમને શોલેમાં ધર્મેન્દ્રનું દ્રશ્ય તો યાદ જ હશે, જેમાં ધર્મેન્દ્ર મૌસીજી પાસે બસંતીનો હાથ માંગવા માટે પાણીની ટાંકી પર ચઢે છે અને ત્યાંથી નીચે કૂદી જવાની ધમકી આપે છે. આવું જ એક દ્રશ્ય મહારાષ્ટ્રના જાલનામાં જોવા મળ્યું હતું.

tower

100 ફૂટના ટાવર પર ચઢ્યો યુવક

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં, નશાની હાલતમાં એક યુવક 100 ફૂટ ઊંચા મોબાઈલ ફોન ટાવર પર ચઢી ગયો અને તેની પત્નીને તેના પિયરેથી ઘરે પરત ફરવાની માગ કરવા લાગ્યો હતો.

આવી રીતે નીચે ઉતાર્યો

આ ઘટના બુધવારના રોજ બદનાપુર તાલુકાના દાભાડી ગામમાં બની હતી. ગણપત બકાલના નશાની હાલતમાં આટલા ઊંચા મોબાઈલ ટાવર પર ચઢીને સૌના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘરેલુ વિવાદ ઉકેલવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી, જે બાદ યુવક ટાવરની નીચે ઉતર્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ યુવકે ખૂબ દારૂ પીધો હતો અને ચિકાર નશાની હાલતમાં હતો.

ચાર કલાક બાદ ટાવર પરથી નીચે ઉતર્યો યુવક

આ યુવક ચાર કલાક બાદ ટાવર પરથી નીચે આવ્યો હતો. બકાલનાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં પોલીસે તેને છોડી દીધો હતો. ઘટનાને જોનારા લોકોએ જણાવ્યું હતું કે, આ દ્રશ્યે તેમને 1970ના દાયકાની બ્લોકબસ્ટર 'શોલે'ના વિરુ પાત્રની યાદ અપાવી હતી.

કિશોર ચેન્નાઈમાં હાઈ-ટેન્શન પાવર ટાવર પર ચડ્યો

આવો જ એક કિસ્સો તાજેતરમાં તમિલનાડુની પાટનગર ચેન્નાઈમાં બન્યો હતો. જ્યાં 15 વર્ષના છોકરાને એક છોકરીએ લગ્ન કરવાનો ઇન્કાર કર્યો, જેથી તે હાઇ-ટેન્શન પાવર ટાવર પર ચઢી ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X