Jabalpur માં રામનવમી નિમિતે આયોજનમાં અગ્નીકાંડ, પૂર્ણહૂતિના સમયે યજ્ઞશાળા થઇ ગઇ સ્વાહા, કોઇ જાનહાની નહી.
Jabalpur Ramnavami event Fire: મધ્યપ્રદેશના જબલપુરમાં રામનવમીના અવસર પર મુરઇ ગામમાં ચાલી રહેલા ધાર્મિક આયોજના સમયે ભીષણ આગ લાગી હતી. ચૈત્ર નવરાત્રીના છેલ્લા સમયે યજ્ઞનુ આયોજન કરવામાં આવયુ હતુ પૂર્ણહૂતિના સમયે અચાનક આગી ગઇ હતી. જેનાથી ત્યાંનો પંડાલ બળી ગયો હતો.

આ અગ્ની દુર્ઘટના જબલપુરના મુર્રઇ ગામમાં બની હતી. અંહિયા દાઇના નામથી દેવીજીનુ એક મંદિર છે. જ્યાં નવરાત્રીમાં ભક્તોની ખુબ ભીડ જોવા મળે છે. નવ દિવસ સુધી અંહિયા ઘણા પ્રકારના આયોજન કરવામાં આવે છે. તેના માટે વૈદી સ્થળ બનાવામાં આવ્યો હતો. તેમની છતને ઢાંકી દેવામાં આવી હતી. તેમા મોટી સંખ્યામાં શ્રદ્ધાલુ યજ્ઞમાં આહુતિ આપવા માટે આવ્યા હતા. હવે પૂર્ણાહુતિના સમય આવ્યો તો અચાનક આગની લપટોમાં યજ્ઞશાળા આવી ગઇ હતી. જેના લીધે આયોજન સ્થળ પર ભારે ધક્કામુક્કી સર્જાય હતી. લોકો આ સ્થળ છોડીને સુરક્ષિત જગ્યા તરફ ભાગવા લાગ્યા હતા. થોડી વારમાં આગમાં યજ્ઞશાળા ખાક થઇ ગઇ હતી.
પોલીસને આ ઘટના અંગે જાણકારી મળતા તંરંત ઘટના સ્થલે દોડી આવ્યા હતા. સાથે જફાયરની ગાડીઓ પણ આવી પહોચી હતી. તેમના દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સ્થાનીય ગ્રામીણઓએ જણાવ્યુ હતુ કે, આગને લપટોને લીધે આગની દુર્ઘટના બની હતી. રાહતની વાત એ છે કે, યજ્ઞ શાળા ખુલા સ્થળ પર બનાવામાં આવી હતી. જેના લીધે લોકો દુર્ઘટના સમયે સરળતાથી બહાર નીકળી શક્યા હતા. કંટગી પોલીસ પ્રભારીના જણાવ્યા અનુસાર ઘટના કેવી રીતે બની તેના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આશંકા છે કે સુખા ઘાસના લીધે આગ લાગી હોય તેમ બની શકે છે. પોલીસે અમુક શ્રદ્ધાલુઓના નિવેદન દાખલ કર્યા છે. અંહ્યા આયોજન કર્તાઓની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. નવરાત્રીના અવસર પર નવ દિવસ સુધી ધાર્મિક અનુષ્ઠાન પણ ચાલે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
