અંધવિશ્વાસ: તલવારથી ત્રણ વર્ષની બાળકીની બલી આપી રહ્યો હતો શિક્ષક
અંધવિશ્વાસના જાળમાં ફસાઈને આસામના ઉદલગુડી જિલ્લાના સ્કૂલના શિક્ષક અને તેના પરિવારે પોતાના ઘરની ત્રણ વર્ષની બાળકીની બલી આપવાની કોશિશ કરી
અંધવિશ્વાસના જાળમાં ફસાઈને આસામના ઉદલગુડી જિલ્લાના સ્કૂલના શિક્ષક અને તેના પરિવારે પોતાના ઘરની ત્રણ વર્ષની બાળકીની બલી આપવાની કોશિશ કરી, પરંતુ પાડોસીઓના હંગામાને કારણે બાળકીનો જીવ બચી ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉદલગુડી જિલ્લાના સરકારી સ્કૂલમાં તેઓ શિક્ષક છે. શિક્ષક અને તેનો આખો પરિવાર અંધવિશ્વાસની જાળમાં ફસાયેલો હતો. ટીચર અને તેનો પરિવાર પોતાના ઘરની બાળકીની બલી આપવા જઈ રહ્યો હતો. બાળકીનું ગળું લાંબી તલવારથી કાપવાની તૈયારની કરવામાં આવી રહી હતી.

પોલીસ અનુસાર તેમને પડોસીઓ ઘ્વારા સૂચના મળી. પોલીસ સાથે સાથે મીડિયાને પણ તેની સૂચના આપવામાં આવી, જયારે પોલીસ અને મીડિયા ટીચરના ઘરે પહોંચ્યા ત્યારે તેમની આંખો ફાટી ગઈ. ટીચર પોતાની સાલીની ત્રણ વર્ષની બાળકીની બલી આપવા જઈ રહ્યો હતો. આખો પરિવાર તાંત્રિક સામે પૂજા પાઠ કરી રહ્યો હતો. બાળકીના કપડાં કાઢીને તેના ગળા સામે તલવાર લટકાવી હતી. બાળકીની માતાની સામે તાંત્રિક તેનું ગળું કાપવા જઈ રહ્યો હતો, ત્યારે જ પોલીસ ત્યાં પહોંચી ગઈ.
પોલીસ અને મીડિયાને જોઈને શિક્ષક અને તેનો પરિવાર ગુસ્સે થયો. તેઓ પોલીસ અને બીજા લોકો પર ઘરના વાસણો ફેંકવા લાગ્યા. જયારે પોલીસ અને મીડિયા કર્મીઓ ઘ્વારા દખલ કરવામાં આવ્યું, ત્યારે પરિવારના લોકોએ પથ્થર અને વાસણો ફેંકવાનું ચાલુ કરી દીધું. એટલું જ નહીં પરંતુ મોટરસાઇકલ, ફ્રીઝ, કાર, ટેલિવિઝન સેટ માં આગ લગાવી દીધી. હાલતને કાબુમાં લેવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કરવી પડી. આ દરમિયાન શિક્ષક અને તેનો દીકરો પોલીસની ગોળીમાં ઘાયલ થઇ ગયો. નજરે જોનાર લોકોએ જણાવ્યું કે માસૂમ ત્રણ વર્ષની બાળકી શિક્ષકના સાળીની દીકરી છે અને તેના પિતાએ તેની માતાની હાજરીમાં બાળકીની બલી આપવા માટે તેને સોંપી હતી. પોલીસે તાંત્રિક અને પરિવારના કેટલાક લોકોની ધરપકડ કરી લીધી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
