નડિયાદમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને પોલીસની મોટી કાર્યવાહી, હળદર અને મરચામાં ભેળસેળનું કૌભાંડ પકડાયું
હળદર અને મરચામાં ભેળસેળની ફરિયાદો બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને પોલીસની મોટી કાર્યવાહી કરતા ચેકિંગ દરમિયાન ૧૨ મસાલાના સેમ્પલ લઇ અંદાજે 7327050 કિંમતનો 67690 કિલો જથ્થો જપ્ત કર્યો છે.
ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નડિયાદ ટીમ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે હળદર, મરચા પાઉડર, અથાણાના મસાલા અને ધાણા પાઉડર જેવા મસાલામાં ભેળસેળનું કૌભાંડ પકડી પાડ્યું છે. નડિયાદમાં જૂની મિલ કમ્પાઉન્ડ પાસે આવેલ દેવ સ્પાઇસિસ, કમલા ગામ ખાતે રેલ્વે ક્રોસિંગની બાજુમાં આવેલ શ્રી સદગુરુ સેલ્સ કોર્પોરેશન અને નાની સીલોદ ખાતે આવેલ ડી દેવ સ્પાઇસિસ પ્રા.લી.મા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન સ્થળ પર મરચું, હળદર, ધાણા પાઉડર તથા અથાણાના મસાલાની પ્રાથમિક તપાસ કરતા હળદરની ઓલિયો રેઝિન, સ્ટાર્ચ પાઉડર, ચોખાની કણકી, કાગળનો ભૂકો વગેરે ભેળસેળ કરવા માટે શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર હાજર જોવા મળ્યો હતો. જે બાદ કુલ ૧૨ મસાલા અન્ય ભેળસેળ માટેના પદાર્થના કાયદેસરના નમૂનાઓ બન્ને જગ્યાએથી લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ સિવાય બાકીનો 61690 કિલો અને અંદાજીત 7329050 રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે.
સામે આવેલી વિગતો અનુસાર, દેવ સ્પાઇસિસ દ્વારા ઉપરોક્ત ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ બનાવીને ડી. દેવ સ્પાઇસિસને વેચવામાં આવતો હતો. ત્યાંથી નિકાસ કરવામાં આવતો હતો તથા મસાલામાં વપરાતા હળદરની ઓલિયો રેઝિન ડી. દેવ સ્પાઇસિસ દ્વારા Becarre Speciality Ingrdients, કોચીન કેરળથી મંગાવવામાં આવતું હતું.
શ્રી સદગુરુ સેલ્સ કોર્પોરેશન દ્વારા લોકલ માર્કેટમાં એક્સટ્રા હોટ તેજ મરચા પાઉડર, અપ્પુ બ્રાન્ડ મિર્ચ પાઉડર, ટાઇગર બ્રાન્ડ તીખાલાલ મિર્ચ પાઉડર, તીખાલાલ, જ્યોતિ તેજા મરચું જેવા બ્રાન્ડનેમથી આ ભેળસેળ યુક્ત મસાલા વેચવામાં આવતા હતા.
આ પહેલ પણ સદગુરુ ટ્રેડીંગ ખાતે શંકાસ્પદ ભેળસેળ વાળા મસાલા તપાસ દ્વારા મળી આવ્યા હતા. જેમાં તેને કુલ 675000 નો દંડ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેની સામે નામદાર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરાયો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ હજુ પણ ચાલી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
