વિદ્યાર્થિનીએ બાથરૂમમાં આપ્યો બાળકને જન્મ અને કરી હત્યા

નિઝામાબાદ, 8 જાન્યુઆરી: આંધ્રપ્રદેશના નિઝામાબાદ જિલ્લામાં દસમાં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલના બાથરૂમમાં એક બાળકને જન્મ આપ્યો અને એટલું જ નહીં તેણે આ નજવાજ શિશુંને બારીમાંથી બહાર પણ ફેંકી દીધું. આ શિશુંને ભારે ઇજા પહોંચવાના કારણે તે મોતને ભેંટ્યું હતું.

હોસ્ટેલ સ્ટાફને આ અંગેની જાણકારી મળતાની સાથે જ બાળકને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા. કહેવાય છે કે મંગળવારે વિદ્યાર્થિની પેટમાં દુ:ખાવો થવાના કારણે બાથરૂમમાં ગઇ અને ત્યાં તેણે બાળકને જન્મ આપ્યો.

આ વિદ્યાર્થિની ધોરણ 6થી જ હોસ્ટેલમાં રહે છે. તે રજાના દિવસોમાં જ પોતાના ઘરે જાય છે. તેને ગર્ભ રહેવાનું કારણ કોઇ નજીકના સંબંધીને જ માનવામાં આવી રહ્યું છે. શાળાના સત્તાધિશો આ અંગેની તપાસ કરી રહી છે.

girl
પોલીસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી ત્યારે મામલો એવો સામે આવ્યો કે આ યુવતીના લગ્ન તેની ફોઇના છોકરા સાથે નક્કી થયા હતા અને તે રજાના દિવસોમાં તેના ઘરે ગઇ હતી અને આ દરમિયાન તેમની વચ્ચે સંબંધ બંધાયા હતા. હોસ્ટેલ પરત ફર્યા બાદ તેણે વોર્ડનને પણ કઇ કહ્યું નહીં અને પોતાનું પેટ છુપાવતી રહી. બાદમાં આ ઘટના ઘટ્યા બાદ સમગ્ર કિસ્સો સામે આવ્યો. પોલીસે વિદ્યાર્થિની સામે ધારા 315નો કેસ દાખલ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X