ISIS સાથે સંબંધ રાખવાના આરોપસર દંપત્તિની ધરપકડ, CAA પ્રોટેસ્ટના નામે ષડયંત્ર રચી રહ્યા હતા
ISIS સાથે સંબંધ રાખવાના આરોપસર દંપત્તિની ધરપકડ, CAA પ્રોટેસ્ટના નામે ષડયંત્ર રચી રહ્યા હતા
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ઓખલાના જામિયા નગર વિસ્તારથી એક દંપત્તિની ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બંનેના આઈએસઆઈએસ સાથે સંબંધ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ દંપત્તિ અફઘાનિસ્તાનમાં સક્રિય આઈએસકેપીના કેટલાક સંદિગ્ધો સાથે મળીને દિલ્હીમાં સીએએના નામે મોટાં ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતા. દંપત્તિની ઓળખ શ્રીનગરના જહાંજેબ સામી અને હિના બશીર બેગ તરીકે થઈ છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિંસ આતંકી સંગઠનથી સંબંધ રાખવાના આરોપમાં બે સંદિગ્ધની ધરપકડ કરી છે. આ આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલ છે. રવિવારે સવારે જામિયા નગર, ઓખલાથી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. સંદિગ્ધોમાં જહાન જેબ સામી અને તેમની પત્ની હિના બશીર બેગ છે. આરોપ છે કે આ બંને સંદિગ્ધ આતંકી અફઘાનિસ્તાનમાં બેઠેલા ISKP ટેરર ગ્રુપના આતંકીઓના સંપર્કમાં હતા.
પોલીસે કહ્યું કે આ દંપત્તિ કેટલાક સમયથી ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતું. પોલીસે એમ પણ ખુલાસો કર્યો કે તેઓ પાછલા વર્ષે ઓગસ્ટમાં દિલ્હી રહેવા આવી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ સામીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેઓ કેટલાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સીએએ વિરુદ્ધ ભારતીય મુસલમાનોને ઉકસાવી રહ્યા હતા. સામીએ પોલીસને એમ પણ જણાવ્યું કે તેઓ આ કાનૂન વિરુદ્ધ એક્શન લેવા માટે હથિયારનો જુગાડ કરી રહ્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ બંનેનીની કસ્ટડીને મોટી સફળતા માની રહી છે.
ગુપ્તચર ઓપરેશન અંતર્ગત બંનેને કસ્ટડીમાં લેવામાં આ્યા છે. આ દંપત્તિ અફઘાનિસ્તાનમાં સક્રિય આઈએસકેપીના કેટલાક સંદિગ્ધો સાથે મળી દિલ્હીમાં સીએએની આડમાં મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. પોલીસનું કહેવું છે કે દંપત્તિ સીએએ વિરુદ્ધ પ્રદર્શન ભડકાવવાની કોશિશ કરી રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે દંપત્તિ સીએએ વિરુદ્ધ પ્રદર્શન ભડકાવવાની કોશિશ કરી રહ્યા હતા. પોલીસને દંપ્તિ પાસેથી કેટલાય ઈલેક્ટ્રોનિક ગેજેટ અને મહત્વપૂર્ણ સબુત જપ્ત થયા છે. સૂત્રો મુજબ સામી ઈન્ટરનેટ પર પોતાની ગતિવિધિઓને પગલે રડાર આવી ગયું હતું. તેઓ અફઘાનિસ્તાન સ્થિત કેટલાય આતંકી સાથે સંપર્કમાં હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
