કડકડાટ અંગ્રેજી બોલતી આ કચરો વીણવાવાળી મહિલાને જોઈ ચોંકી ગયા લોકો, Video Viral
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કચરો વીણવાવાળી વૃદ્ધ મહિલા કડકડાટ અંગ્રેજી બોલતી દેખાઈ રહી છે.
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કચરો વીણવાવાળી વૃદ્ધ મહિલા કડકડાટ અંગ્રેજી બોલતી દેખાઈ રહી છે. મહિલા દેખાવનાં તો ગરીબ અને એકલી જોવા મળી રહી છે પરંતુ જ્યારે તે બોલવાનુ શરૂ કરે છે ત્યારે સારા સારાની બોલતી બંધ થઈ જાય છે. વાસ્તવમાં શચીના હેગર નામની એક મહિલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ મહિલા વિશે માહિતી આપતો વીડિયો શેર કર્યો છે કે જે જોત-જોતામાં વાયરલ થઈ ગયો.

વૃદ્ધ મહિલાનુ નામ છે સીસિલિયા માર્ગરેટ લૉરેન્સ
આ વીડિયો બેંગલુરુનો છે જ્યાંના સદાશિવનગર વિસ્તારમાં આ વૃદ્ધ મહિલા કચરો વીણવાનુ કામ કરે છે. તે જણાવી રહી છે કે તે 7 વર્ષ સુધી જાપાનમાં કામ કરી ચૂકી છે. તેણે પોતાનુ નામ સીસિલિયા માર્ગારેટ લૉરેન્સ જણાવ્યુ છે. વાત કરતા-કરતા તે વચમાં ગીતો પણ ગાવા લાગે છે. એટલુ જ નહિ તેણે એ પણ કહ્યુ કે તે એક કલાકાર છે અને પહેલા મૉડલિંગ કરી ચૂકી છે અને હાલમાં અહીં કચરો વીણવાનુ કામ કરે છે.
વૃદ્ધ મહિલાએ સૌને ચોંકાવ્યા
જ્યારે શચીના હેગર તેને પૂછે છે કે તમે અહીં એકલા રહો છો ત્યારે એ જવાબ આપે છે જેને સાંભળ્યા બાદ શચીના હેગરે તેને સૉરી કહેવુ પડ્યુ. વાસ્તવમાં એકલા રહેવાના સવાલ બાદ તે મહિલા તરત મધર મેરીના ફોટાને બતાવે છે અને કહે છે, જે આમની સાથે રહે છે, તે શું ક્યારેય એકલા હોઈ શકે છે, જેના પર શચીનાએ તેની માફી માંગવી પડે છે.
દર્દભરી કહાનીઓ આપણી ચારે તરફ હોય છે
શચીના હેગરે આ વીડિયો શેર કરીને લખ્યુ કે કહાનીઓ હંમેશા આપણી આસપાસ હોય છે. તમારે બસ એટલુ કરવાનુ છે કે અટકો અને ચારે તરફ જુઓ. અમુક સુંદર તો અમુક દર્દભરી પરંતુ ફૂલો વિનાની જિંદગી શું છે... આ વીડિયોને અત્યાર સુધી 18,427 લાઈક્સ મળી ચૂક્યા છે અને લોકો તેના પર જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
