પેન્શન સ્કીમમાં મૃત તરીકે ઓળખવામાં આવ્યા 90 હજાર લાભાર્થી, આપ પ્રવક્તા બોલ્યા - તપાસ થશે
ચંદીગઢ : ભગવંત માન સરકારે સત્તામાં આવ્યા એ વાતને સાત મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. આ સાત મહિનામાં સરકારે લોકો માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. હવે પેન્શન સ્કીમ અંગે માન સરકાર હરકતમાં આવી છે.
ચંદીગઢ : ભગવંત માન સરકારે સત્તામાં આવ્યા એ વાતને સાત મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. આ સાત મહિનામાં સરકારે લોકો માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. હવે પેન્શન સ્કીમ અંગે માન સરકાર હરકતમાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં એવા 9000થી વધુ લાભાર્થી છે, જેમને પંજાબ સરકાર તરફથી પેન્શન આપવામાં આવી રહ્યું છે, પરંતું આ લોકોની ઓળખ મૃતક તરીકે થઇ છે. મતલબ કે, વર્ષોથી આ મૃતકોને અગાઉની સરકાર પેન્શન આપી રહી હતી.
After an extensive scrutiny under the watchful eyes of CM @BhagwantMann Saab,has identified no less than 90248 beneficiaries as deceased under various pension schemes
— Malvinder Singh Kang (@KangMalvinder) October 29, 2022
State treasury is all set to get richer by whopping 162.36 Crs annually,enabling timely Pension for needy ones. pic.twitter.com/kJg3dEODB2
આ સંદર્ભમાં માહિતી આપતા પંજાબ આમ આદમી પાર્ટીના પ્રવક્તા માલવિંદર કાંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માનની જાગ્રત નજર હેઠળ વ્યાપક તપાસ બાદ વિવિધ પેન્શન યોજના હેઠળ ઓછામાં ઓછા 90248 લાભાર્થીઓને મૃતક તરીકે ઓળખવામાં આવ્યા છે. રાજ્યની તિજોરી વાર્ષિક રૂપિયા 162.36 કરોડથી વધુ સમૃદ્ધ થવાની તૈયારીમાં છે, જેથી જરૂરિયાતમંદોને સમયસર પેન્શન મળી શકે.












Click it and Unblock the Notifications
